________________
૫૪
અધ્યાય : ૬, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
(૧) દર્શનવિશુદ્ધિ :
વીતરાગ પરમાત્માએ કહેલા તત્ત્વો ઉપર નિર્મળ અને દૃઢ રુચિ કરવી. દર્શન વિશુદ્ધિ એટલે સમક્તિ ગુણની શુદ્ધિ. નિઃશંકાદિ આઠ આચારો પાળવાથી સમિત ગુણનું સારી રીતે પાલન થઈ શકે છે. આવી દર્શનવિશુદ્ધિ - ક્ષાયોપશમિક, ઔપમિક અને ક્ષાયિક એમ ત્રણે પ્રકારે સંભવે છે. તેનાથી તીર્થંકર નામકર્મનો આશ્રવ થાય છે.
·
(૨) વિનયસંપન્નતા : જ્ઞાની, ઉપકારી, વડીલો, ચારિત્રવાન મુનિઓ તથા દર્શનાદિના સાધનો પ્રત્યે ઘણો જ વિનય. હૃદયના ભક્તિભાવપૂર્વક વિનમ્રવૃત્તિ રાખવી. (૩) શીલ-વ્રતોમાં નિરતિચારતા :
શીલ અનતિચાર અને વ્રત અનતિચાર એમ બે વસ્તુ સાથે છે.
અહિંસા સત્ય આદિ મૂળ ગુણરૂપ વ્રતો અને તે વ્રતોના પાલનમાં ઉપયોગી એવા ઉત્તરગુણરૂપ વ્રત, અભિગ્રહ, નિયમ તે શીલ. આ વ્રત અને શીલ એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો. શ્રાવકના બાર વ્રતો તથા સાધુના પાંચ મહાવ્રતો પાળવામાં પ્રમાદનો અભાવ (પ્રમાદ રહિતતા). અપવાદો ન સેવવા.
(૪) નિરંતર જ્ઞાનોપયોગ :
તત્ત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગૃત રહેવું.
· વારંવાર વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત રહેવું તે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ. નિરંતર જ્ઞાનસાધના.
• શાસ્ત્ર અભ્યાસ, મનન, ચિંતન, કાળ અને વિનય વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચારનું પાલન કરવું.
(૫) નિરંતર (સતત) સંવેગ પરિણામ :
સાંસારિક ભોગો જે ખરી રીતે સુખને બદલે દુઃખના જ સાધનો છે એટલે તેમની લાલચમાં ન પડવું. સંસારના સુખો પણ દુઃખરૂપ લાગવાથી મોક્ષ સુખ મેળવવાની ઇચ્છાથી ઉત્પન્ન થયેલ શુભ આત્મ પરિણામ.
(૬) યથાશક્તિ ત્યાગ :
• યથાશક્તિ એટલે પોતાની શક્તિ મુજબ શક્તિથી વધુ પણ નહિ અને ઓછું પણ નહિ એ રીતે વિષયોનો ત્યાગ કરવો.