________________
અધ્યાય : ૬, સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ સૂત્ર (૬-૨૩) પ્રયોજન - તીર્થકર નામકર્મના આશ્રવો જણાવે છે. दर्शनविशुद्धिविनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्याग-तपसी संघसाधुसमाधि- वैयावृत्यकरणमर्हदाचार्य-बहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावना, प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ६-२३ દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા શીલવ્રતધ્વનતિચારોડભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ શક્તિતસ્યાગ-તપસી સંઘસાધુસમાધિ-વૈયાવૃત્યકરણમીંદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકાપરિહાણિર્માર્ગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતેષુ અનતિચાર, અભક્ષ્મ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતઃ ત્યાગતપસી, સંઘ-સાધુ-સમાધિ-વૈયાવૃત્ય-કરણમ્, અહદ્ આચાર્યબહુશ્રુત પ્રવચન ભક્તિ આવશ્યક-અપરિહાણિઃ, માર્ગ-પ્રભાવના, પ્રવચન-વત્સલત્વમ્ ઇતિ તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩
શબ્દાર્થ દર્શનવિશુદ્ધિ = દઢ શ્રદ્ધા, વિનયસંપન્નતા = વિનયપણું, શીલવ્રતેષ = શીલ અને વ્રતોનું, અનતિચાર = પ્રમાદ રહિત પાલન, અભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ = જ્ઞાન વૈરાગ્યમાં રત રહેવું (જાગૃત રહેવું), શક્તિતઃ ત્યાગ તપસી = યથાશક્તિ તપ અને ત્યાગ, સંઘસાધુસમાધિ વૈયાવૃત્ય કરણમ્ = સંઘ અને સાધુઓને સમાધિ રહે તેમ વર્તવું, તેમજ સંઘ-સાધુની સેવા-ભક્તિ કરવી, અહંદુ = અરિહંત, બહુશ્રુત = ઘણા શાસ્ત્રોના જ્ઞાતા. પ્રવચન = આગમ શાસ્ત્ર, આવશ્યકઅપરિહાણિ = ભાવથી ષડુ આવશ્યકરૂપ અનુષ્ઠાન ન છોડવું, મોક્ષમાર્ગપ્રભાવના = મોક્ષમાર્ગનું પાલન અને પ્રસારણ, પ્રવચનવાત્સલ્ય = સાધર્મિકો ઉપરનો નિષ્કામ સ્નેહ.
સૂત્રાર્થ : (૧) દર્શનવિશુદ્ધિ, (૨) વિનયસંપન્નતા, (૩) શીલ-વ્રતોમાં નિરતિચારતા, (૪) નિરંતર જ્ઞાનોપયોગલીનતા, (૫) નિરંતર સંવેગ પરિણામ, (૬) યથાશક્તિ