SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ સૂત્ર (૬-૨૧) પ્રયોજન - અશુભ નામકર્મના આશ્રવો જણાવે છે. योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ६-२१ યોગવક્રતા વિસંવાદન ચાશુભસ્ય નાગ્નઃ ૬-૨૧ યોગવક્રતા વિસંવાદન ચ અશુભસ્ય નાગ્નઃ ૬-૨૧ શબ્દાર્થ યોગવક્રતા = મન, વચન, કાયાની કુટિલ વૃત્તિ (છેતરવાની વૃત્તિ), વિસંવાદન = પૂર્વે સ્વીકારેલી વાતમાં ફેરફાર કરવો (અન્યથા પ્રરૂપણા કરવી), અશુભનામસ્ય = અશુભનામકર્મનો (આશ્રવ). સૂત્રાર્થ : (મન, વચન અને કાયા એ ત્રણ) યોગોની વક્રતા તથા વિસંવાદન અશુભનામકર્મના આશ્રવો છે. ભાવાર્થ: (૧) કાયયોગની વક્રતા : કાયાના રૂપાંતરો કરીને અન્યને ઠગવા તે. (૨) વચનયોગ વક્રતા : લોકોને ખરૂ-ખોટુ સમજાવી લડાવી મારવા. (૩) મનોયોગ વક્રતા મનમાં બીજું જ હોવા છતાં લોક પૂજા, સત્કાર, સન્માન વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જુદી જ કરવી. આ પ્રમાણે જે યોગ વક્રતા કરી તે પોતાના વિષયમાં જ હોય છે. (૪) વિસંવાદનઃ પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાન્તરે ફેરફાર કરવો અર્થાત્ કરેલ પ્રરૂપણાથી જુદી જ પ્રરૂપણા કરવી તે. ટૂંકમાં હકીકતને ઉલટ સુલટ રીતે રજુ કરવી, બીજાની સરળતાનો દુરુપયોગ કરવો, એકબીજાને લડાવી મારવા. આ પ્રમાણે વિસંવાદન બીજાના વિષયમાં જ હોય છે. શંકા : યોગવકતા અને વિસંવાદનમાં શું તફાવત છે? સમાધાન : સામાન્યથી બંનેનો અર્થ સમાન જણાય છે, પણ સૂક્ષ્મ દૃષ્ટિથી બંનેના અર્થમાં ભેદ છે. કેવળ સ્વને પોતાને) આશ્રયીને મન-વચન-કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય ત્યારે યોગવક્રતા કહેવાય છે અને બીજાના વિષયમાં પણ તેમ થાય ત્યારે વિસંવાદન કહેવાય છે. જેમકે ભયના કારણે જુહુ બોલે તો તે વચનયોગ વક્રતા. એકને કંઈ કહે અને બીજાને કંઈ કહે તે રીતે એકબીજાને લડાવી મારે તે વિસંવાદન કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy