SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨૦ ४८ સૂત્રાર્થ : સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, અને બાલતપ એ દેવ આયુષ્યના આશ્રવો છે. ભાવાર્થ : (૧) સરાગસંયમ : પંચમહાવ્રત રૂપ સંયમ ગ્રહણ કર્યા પછી કષાયના કંઈક અંશો બાકી રહેલા હોય તો આવો રાગ સહિતનો સંયમ પ્રમાદવાળો હોવાથી સરાગસંયમ કહેવાય છે. સરાગસંયમ કે સાતમે ગુણઠાણે હોય છે. સંયમ પ્રાપ્ત કરવા છતાં હજુ વીતરાગતા ન આવી હોવાથી શુભનો રાગ અવશ્ય હોય છે. (૨) સંયમસંયમઃ દેશવિરતિ ધર્મ તે સંયમસંયમ. જેમાં આંશિક સંયમ હોય અને આંશિક અસંયમ હોય. સંયમસંયમ પાંચમે ગુણઠાણે હોય છે. | સર્વવિરતિ હોય કે દેશવિરતિ હોય પરંતુ દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર-ગુણો કે ઉપકારી ભાવો ઉપરના રાગવાળા હોય તો તે દેવ આયુષ્ય બંધાવે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવા જેવી છે કે સર્વવિરતિ કે દેશવિરતિ એવો જે સંયમગુણ છે તે તો ચારિત્ર હોવાથી બંધ હેતુ થતો જ નથી. પરંતુ તેમાં ભળેલો પ્રશસ્ત એવો જે રાગ છે તે બંધહેતુ બને છે. એટલે રાગવાળા સંયમને પણ બંધહેતુ કહેવામાં આવ્યો છે. જેમ દૂધ મારક ન હોવા છતાં વિષમિશ્રિત દૂધ પણ મારક જ કહેવાય છે તેમ અહીં જાણવું. આ રીતે પ્રશસ્તરાગ બંધ- હેતુ હોવાથી અને સંયમગુણ બંધહેતુ ન હોવાથી ચોથા ગુણઠાણે રહેલો પ્રશસ્ત રાગ પણ (સંયમ ન હોવા છતાં) દેવાયુષ્યના બંધનું કારણ બને જ છે. (૩) અકામ નિર્જરાઃ • જેમાં નિર્જરા કરવી તે હેતુ ન હોય પણ સમજણ વિના અને ઇચ્છા વિના કષ્ટો સહન કરવાથી આપમેળે જ કર્મનો ક્ષય થઈ જાય તે. • પોતાની ઇચ્છા વિના, પરતંત્રતાથી કે બીજાના આગ્રહથી જે પાપથી અટકવું તે અકામ નિર્જરા. (૪) બાલતપઃ મિથ્યાત્વ અવસ્થામાં કરાતો તપ, સંસારસુખની ઇચ્છાથી કરાતો તપ, રીસ અને રાગથી કરાતો તપ એ બાલતપ કહેવાય છે. નોંધઃ સરાગસંયમ અને સંયમસંયમ એ જ્યોતિષ્કદેવ અને વૈમાનિકદેવના આયુષ્યના બંધના કારણો છે. જ્યારે અકામનિર્જરા તથા બાલતપ એ ભવનપતિ અને વ્યંતર દેવના આયુષ્યના બંધના કારણો છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy