________________
૪૮
અધ્યાય : ૬, સૂત્ર-૨૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ વિનાનું અને વ્રતો વિનાનું જીવન નરક, તિર્યંચ અને મનુષ્ય એમ ત્રણ પ્રકારના આયુષ્યના બંધનું કારણ બને છે. કારણકે વાસના અને અવિરત આ બંને દુષ્ટ પરિણામો છે. તે વધારેમાં વધારે હોય તો નરકના આયુષ્યના બંધનું કારણ બને છે અને તેનાથી ઓછી-ઓછી હોય તો તિર્યંચ તથા મનુષ્યના આયુષ્યના બંધનું કારણ બને છે. આ પ્રમાણે વાસનાની પરવશતા અને અવિરત ભાવની વૃત્તિ આ નરકાદિ ત્રણે આયુષ્યોના બંધનું કારણ બને છે.
શંકા ઃ શીલવ્રતના પરિણામનો અભાવ જેમ નરક, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યનો આશ્રવ છે તેમ દેવગતિના આયુષ્યનો પણ આશ્રવ છે. કારણ કે ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા યુગલિકો નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકોને શીલવ્રતના પરિણામનો અભાવ હોય છે. તો અહીં શીલવ્રતના અભાવને ત્રણ જ આયુષ્યના આશ્રવ તરીકે કેમ જણાવ્યો ?
સમાધાન : સૂત્રમાં સર્વેષાં પદ છે. આ પદથી જુદા-જુદા આયુષ્યનું ગ્રહણ ક૨વાનું છે તે વાત નક્કી છે. પ્રશ્ન પ્રમાણે તેનો અર્થ નરકાદિ ત્રણે ગતિ કરવી કે ચારેય ગતિ ગ્રહણ કરવી તે છે. સૂત્રકારે ભાષ્ય લખ્યું તેમાં પણ સર્વેષાં પદથી ત્રણ જ આયુષ્ય ગ્રહણ કર્યા છે. એટલે એમની ભૂલ છે એમ જરા પણ કહી શકાય નહીં. આથી આની પાછળ કંઇક રહસ્ય હોવું જોઈએ. તત્ત્વ કેવલી ભગવંત જાણે.
સૂત્ર (૬-૨૦) પ્રયોજન :- દેવગતિના આયુષ્યના આશ્રવો જણાવે છે.
सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य સરાગસંયમસંયમાસંયમાકામનિર્જરાબાલતપાંસિ દૈવસ્ય સરાગસંયમ-સંયમાસંયમઅકામનિર્જરા-બાલતપાંસિ દૈવસ્ય ૬-૨૦
શબ્દાર્થ : સરાગસંયમ = રાગ સહિતનો સંયમ, સંયમાસંયમ = દેશવિરતિ, અકાર્મનિર્જરા = નિર્જરાના હેતુ રહિત થતી નિર્જરા, બાલતપ = મિથ્યાર્દષ્ટિઓનો તપ, દેવસ્ય = દેવના (આયુષ્યનો આશ્રવ).
૬-૨૦
૬-૨૦