________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૯
४७ શંકાઃ સ્વભાવ આર્જવ એટલે શું? સમાધાન: માયાના અભાવને ઋજુતા અર્થાત્ આર્જવતા કહે છે.
સ્વાભાવિક આર્જવતા એટલે કે કોઈના કહેવાથી કે સમજાવવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં સરળતા, ઋજુતાનો ભાવ હોય તેને સ્વભાવઆર્જવતા કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામીએ ભગવાન શ્રી મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછ્યો : હે ભગવાન! કયા કારણથી જીવ મરીને ફરીવાર મનુષ્ય થાય? ભગવાનનો ઉત્તર :
જે જીવ સરળ ચિત્તવાળો હોય, નિરભિમાની હોય, મંદ ક્રોધાદિ કષાયવાળો હોય, સુપાત્રને દાન આપનારો હોય, માધ્યસ્થ ભાવનાવાળો હોય, ન્યાયી હોય, સાધુના ગુણોની પ્રશંસા કરતો હોય, પરિગ્રહ થોડો રાખે, સંતોષી હોય, વળી દેવગુરુનો ભક્ત હોય તે જીવ મરીને મનુષ્ય થાય. એટલે કે તે જીવ મનુષ્યના આયુષ્યનો આશ્રવ કરે છે.
સૂત્ર (૬-૧૯) પ્રયોજન - નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યના સમુદિત આશ્રવને જણાવે છે.
निःशीलव्रतत्वं च सर्वेषाम् ६-१९ નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્ ૬-૧૯
નિઃશીલ - વ્રતવં ચ સર્વષાર્ ૬-૧૯ શબ્દાર્થઃ નિઃશીલ = શીલ રહિત, (નિરૂ) વ્રત = વ્રત રહિત, સર્વેષામ્ = નરક, તિર્યંચ, મનુષ્ય બધા આયુષ્યનો (આશ્રવ કરે છે.)
સૂત્રાર્થ : શીલ અને વ્રતના પરિણામોનો અભાવ એ બધા (નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યોનો આશ્રવ છે.) (અર્થાત્ વ્રત અને શીલના પરિણામથી રહિત જીવ ત્રણ પ્રકારના આયુષ્યને બાંધી શકે છે.)
ભાવાર્થ : સૂત્રકાર મહર્ષિએ સૂત્ર ૬-૧૬, ૬-૧૭, ૬-૧૮ માં નરક, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યના આશ્રવોને જણાવ્યા પરંતુ આ ત્રણે આયુષ્યના સામાન્યથી આશ્રવ જણાવવા આ (સુત્ર ૬-૧૯)ની રચના કરી છે. સુત્રમાં કહે છે કે, શીલ