________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ ગૌતમસ્વામીએ ભગવાન શ્રી મહાવીરને પ્રશ્ન પૂછ્યો : હે દયાસાગર ! જીવ મરીને તિર્યચપણે શાથી ઉત્પન્ન થાય છે?
પ્રભુનો ઉત્તર : હે ગૌતમ ! જે માણસ પોતાના સ્વાર્થ માટે મિત્રને સેવે, પોતાનું કાર્ય સર્યા પછી મિત્રનો ત્યાગ કરે. મિત્રને દુ:ખમાં નાંખે અને મિત્રનું અશુભ બોલે, પોતાની ગુપ્તવાત મિત્રને જણાવે નહિ, જે નિર્દય હોય, માયાવી હોય તે જીવ મરીને તિર્યચપણે ઉત્પન્ન થાય છે.
સૂત્ર (૬-૧૮) પ્રયોજન - મનુષ્ય આયુષ્યના આશ્રવો જણાવે છે.
अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य
૬-૧૮ અલ્પારશ્નપરિગ્રહવં સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય
૬-૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહવં સ્વભાવ
માર્દવ - આર્જવં ચ માનુષસ્ય ૬-૧૮ શબ્દાર્થ : અલ્પ = ઓછો, આરમ્ભપરિગ્રહત્વમ્ = સૂત્ર (૬-૧૬)માં અર્થ કર્યો છે, સ્વભાવ = સ્વાભાવિક, માર્દવ = મૃદુતા, આર્જવ = સરળતા, માનુષસ્ય = મનુષ્ય આયુષ્યના (આશ્રવો).
સૂત્રાર્થ : અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક મૃદુતા (નમ્રતા) અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના આશ્રવો છે.
ભાવાર્થ: ૧૬મા સૂત્રમાં નરક આયુષ્યના આશ્રવને માટે “બહુ’ શબ્દ પર ભાર મૂક્યો હતો તેનાથી બિલકુલ વિપરીતપણે આ સૂત્રમાં “અલ્પ” શબ્દ સૂત્રકાર મહર્ષિએ ગોઠવ્યો છે. અલ્પ એટલે આવશ્યક અર્થાત્ જેટલો જરૂરી હોય તેટલો જ આરંભ પરિગ્રહ કરવો એટલે કે અનર્થદંડ લાગે તેવો આરંભ પરિગ્રહ ન કરવો.
શંકા : સ્વભાવ માર્દવ એટલે શું? સમાધાન : માનના અભાવને માર્દવતા અર્થાત્ નમ્રતા કહેવાય છે.
સ્વાભાવિક માર્દવતા એટલે કોઈના કહેવાથી કે સમજાવવાથી નહીં પણ આપ મેળે જ જીવનમાં નમ્રતા મૃદુતાનો ભાવ હોય તેને સ્વભાવમાર્દવ કહ્યું છે.