SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ અધ્યાય : ૬, સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ નથી. પ્રત્યાખ્યાનીના ઉદયે સર્વવિરતિ પ્રાપ્ત થતી નથી. અને સંજવલન કષાયનો ઉદય વર્તતો હોય ત્યાં સુધી યથાખ્યાતચારિત્ર (વીતરાગતા) પ્રાપ્ત થતી નથી. જેટલે અંશે કષાય અને નોકષાયરૂપ ચારિત્રમોહનીય કર્મોનો ક્ષય કે ઉપશમ થશે તેટલે અંશે ચારિત્રની પ્રાપ્તિ સુલભ બનશે. માટે મોહનીયકર્મનો ક્ષય કરવા પ્રયત્ન કરવો. ६-१६ સૂત્ર (૬-૧૬) પ્રયોજન :- નરકગતિના આયુષ્યના આશ્રવો જણાવે છે. बह्वारम्भ परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ ૬-૧૬ ૬-૧૬ શબ્દાર્થ : બહુ = અતિશય, આરંભ = હિંસાદિ પ્રવૃત્તિ, પરિગ્રહ = માલિકીભાવ, નારકસ્યાયુષઃ = નરક આયુષ્યના આશ્રવો. સૂત્રાર્થ : અતિશય આરંભ અને અતિશય પરિગ્રહ નરક આયુષ્યના આશ્રવો છે. ભાવાર્થ : જેમાં પ્રાણીઓને દુઃખ થાય કે તેઓનો વધ થાય તેવી કષાયપૂર્વકની પ્રવૃત્તિને આરંભ કહે છે. આ પ્રવૃત્તિની તીવ્રતા તે બહુઆરંભ પરિગ્રહ : આ વસ્તુ મારી છે. હું આનો માલિક છું. એવી બુદ્ધિ કે મૂર્છાને પરિગ્રહ કહેવાય છે. અતિશય પરિગ્રહને બહુ પરિગ્રહ કહેવાય છે. પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરને પ્રશ્ન કર્યો : “હે કરૂણાસાગર ! કયા કર્મના લીધે જીવ નરકમાં જાય ?’ પ્રભુનો જવાબ ઃ જે જીવ હિંસા કરે છે, જુઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, ઘણા પ્રકારના પાપ પરિગ્રહમાં આસક્ત હોય છે એ રીતે પાંચ અણુવ્રતને વિરાધે છે. તેમજ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy