________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૫
૪૩ શબ્દાર્થ કષાય = ક્રોધ-માન-માયા-લોભ, ઉદયાત્ = ઉદયથી, તીવ્ર = સંલિષ્ટ, આત્મપરિણામ = આત્માના પરિણામ, ચારિત્રમોહસ્ય = ચારિત્રમોહનીય કર્મના.
સૂત્રાર્થ: કષાયના ઉદયથી આત્માના તીવ્ર (અતિ સંક્લિષ્ટ) પરિણામો તે ચારિત્ર મોહનીય કર્મના આશ્રવો છે.
ભાવાર્થઃ ૧૬ પ્રકારે કષાય અને ૯ પ્રકારે નોકષાય એમ ચારિત્રમોહનીય કર્મના ૨૫ ભેદ છે. તેના આશ્રવો સંક્ષેપમાં આ પ્રમાણે છે. • પોતાને અને પરને કષાય ઉપજાવવાથી • શીયળ ગુણવાળા જીવો તથા તપસ્વીઓની નિંદા કરવાથી • ગુણસંપન્ન સાધુઓની નિંદા કરવાથી • દેશવિરતિધર શ્રાવકોના ધર્માચરણમાં અંતરાય કરવાથી • ચારિત્રના ગુણોને દોષ રૂપ વર્ણવવાથી.
આ રીતે પોતે કષાય કરવાથી, અને બીજાને કષાય પ્રગટાવવાથી તથા કષાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવાથી, અત્યંત સંક્લિષ્ટ પરિણામોથી ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેવા કર્મો બંધાય છે. ચારિત્રમોહનીય કર્મના આશ્રવો શું કરે? કષાયો
શું અટકાવે ? અનંતાનુબંધી (ક્રોધ-માન-માયા-લોભ)
સમ્યત્ત્વ અટકાવે. અપ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લોભ)
દેશવિરતિ અટકાવે. પ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લોભ)
સર્વવિરતિ અટકાવે. સંજવલન (ક્રોધ-માન-માયા-લોભ)
યથાખ્યાતચારિત્ર
(વીતરાગતા) અટકાવે. સાર: ચારિત્રમોહનીયકર્મ આત્માને સંસારમાં રખડાવે છે. અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યારે સમ્યકત્વ પમાતું નથી. અપ્રત્યાખ્યાનીના ઉદયે દેશવિરતિ પ્રાપ્ત થતી