________________
૪૨
ક૨ના૨ કર્મ દર્શનમોહનીયકર્મ કહેવાય છે.
અધ્યાય : ૬, સૂત્ર-૧૫
દર્શન મોહનીય આશ્રવના અન્ય કારણો ઃ
• મિથ્યાત્વનો તીવ્ર પરિણામ
♦ ઉન્માર્ગ દેશના
• ધાર્મિક લોકોના દુષણો જોવા
૦ દેવદ્રવ્યની હાનિ કરવી
-
કરાવવી.
• અસંયમીની પૂજા કરવી - કરાવવી.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
શંકા : દર્શન મોહનીયનો સંક્ષેપમાં શું અર્થ કરવો ?
સમાધાન : જે પદાર્થ જેવો છે તેને તેવો જ જોવો તથા તેવો જ સમજવો તેને દર્શન કહેવાય છે. અર્થાત્ તત્ત્વો ઉપરની શ્રદ્ધાને દર્શન કહેવાય છે. દર્શન એ આત્માનો ગુણ છે. તેનો ઘાત કરનાર જે કર્મ તે દર્શન મોહનીયકર્મ કહેવાય છે.
સાર ઃ દુઃખનું મૂળ સંસાર છે, સંસારનું મૂળ દર્શન મોહનીય અર્થાત્ મિથ્યાત્વ છે. મોક્ષના અર્થી જીવોએ ભૂલથી કે પ્રમાદથી પણ કેવળી, શ્રુત, સંઘ, ધર્મ આદિનો અવર્ણવાદ ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખવી જોઈએ.
કોઈના પણ અવર્ણવાદને અઢાર પાપ સ્થાનકોમાં સોળમા પરપરિવાદ પાપસ્થાનકથી જણાવેલો જ છે. આ સૂત્રમાં જણાવેલા પાંચે અવર્ણવાદને મિથ્યાત્વરૂપ મહાપાપના સાધન સમજીને પોતે અવર્ણવાદ કરવો નહિ, કરાવવો નહિ, અને કોઈ કરતું હોય તો અનુમોદન આપવું નહિ. દર્શનમોહનીયના આશ્રવોથી દૂર રહી, સમ્યકત્વ પ્રાપ્તિનો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગે આગળ વધવું એ જ ઉત્તમ માર્ગ છે.
સૂત્ર (૬-૧૫) પ્રયોજન :- ચારિત્રમોહનીય કર્મના આશ્રવો જણાવે છે. कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य કષાયોદયાત્ તીવ્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય કષાય-ઉદયાત્ તીવ્ર-આત્મપરિણામઃ ચારિત્રમોહસ્ય
૬-、
૬-૧૫
૬-૧૫