________________
૪૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૪
આ ધર્મનો અવર્ણવાદ કરવો જેમ કે :• ધર્મનું કોઈ ફળ પ્રત્યક્ષ દેખાતું નથી. • ધર્મથી સુખ મળે છે તે વાત ખોટી છે. કેમકે ધર્મીઓ દુઃખી દેખાય છે અને ધર્મ ન કરનારા સુખી દેખાય છે.
ટૂંકમાં જૈન શાસન અને તીર્થરૂપ એવા ધર્મની નિંદા થાય તેવું કરવું, કરાવવું અને તેમ થતું હોય ત્યારે ન રોકવું વગેરે ધર્મનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે.
(૫) દેવ-અવર્ણવાદઃ
ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવ. આ ચાર પ્રકારના દેવો સંબંધી અવર્ણવાદ કરવો જેમ કે :• દેવો છે જ નહીં. જો હોય તો શા માટે અહીં ન આવે? • દેવો માંસ, મદિરાનું સેવન કરનારા છે. • દેવો હોય તો પણ નકામા જ છે કારણકે શક્તિશાળી હોવા છતાં આપણને મદદરૂપ થતા નથી.
આ રીતે દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. સંક્ષેપમાં દર્શનમોહનીય કર્મના પાંચ (૫) આશ્રવો નીચે પ્રમાણે વિચારવા. આશ્રવ
સંક્ષેપમાં અર્થ (૧) કેવળી અવર્ણવાદ કેવળજ્ઞાની વીતરાગ પરમાત્માની નિંદા કરવી. (૨) શ્રત અવર્ણવાદ તીર્થંકર પ્રભુએ કહેલા અને ગણધર ભગવંતોએ રચેલા
શાસ્ત્રોના દોષો જોવા. (૩) સંઘ અવર્ણવાદ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ટીકા કરવી
સાધુ-સાધ્વીને ગંદા કહી વખોડવા. (૪) ધર્મ અવર્ણવાદ અહિંસા-સંયમ-તારૂપી ધર્મની ભારે નિંદા કરવી. (૫) દેવ-અવર્ણવાદ દેવોના અસ્તિત્વ વિશે શંકા કરવી.
તત્ત્વો ઉપરની શ્રદ્ધાને દર્શન કહેવાય છે. દર્શન એ આત્માનો ગુણ છે. તેનો ઘાત