________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૪
૪૦
• નિગોદમાં અનંત જીવો હોઈ શકે જ નહીં.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
આ રીતે દુર્બુદ્ધિથી કેવળજ્ઞાની પ્રભુની નિંદા કરવી, નિંદારૂપ બને તેવું વર્તન કરવું, બોલવું, વિચારવું વગેરે કેવળીનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. (૨) શ્રુત-અવર્ણવાદ :
જિનેશ્વર પરમાત્મા દ્વારા પ્રરૂપિત તત્ત્વને શ્રુત કહેવાય છે. અર્થથી તીર્થંકર પરમાત્મા પ્રણીત અને સૂત્રથી ગણધર ભગવંતો દ્વારા ગુંથાયેલી (રચાયેલી) મૂળભૂત દેશના કે શાસ્ત્રને શ્રુત કહેવામાં આવે છે.
શ્રુતનો અવર્ણવાદ કરવો જેમ કે ઃ
•
આ સૂત્ર પ્રાકૃત અર્થાત્ સામાન્ય ભાષામાં રચાયેલા હોવાથી તુચ્છ છે. • એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે.
• અનેક પ્રકારના અયોગ્ય અપવાદો બતાવેલા છે.
♦ દ્વેષ બુદ્ધિથી શાસ્ત્રના ખોટેખોટા દોષો કાઢીને કહેવા.
આવી રીતે શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે.
(૩) સંઘ - અવર્ણવાદ :
સાધુ - સાધ્વી – શ્રાવક – શ્રાવિકા તે ચતુર્વિધ સંઘ. આવા શ્રી સંઘનો અવર્ણવાદ કરવો - જેમ કે
♦ સાધુ-સાધ્વી ગંદા હોય છે, તેઓ શરીર પવિત્ર રાખતા નથી.
♦ તેઓ મેલા-ઘેલા છે, કદી સ્નાન કરતા નથી.
• સમાજનું અન્ન ખાય છે પણ સમાજની સેવા કરતા નથી.
• સમાજને માથે ભાર રૂપ છે.
• શ્રાવક-શ્રાવિકા પણ સાવ વેવલા છે.
♦ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા વ્રત-નિયમ વગેરે પાળવા દ્વારા નકામા ક્લેશ વેઠે છે.
આ રીતે સંઘનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે.
(૪) ધર્મ-અવર્ણવાદ :
દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. અહિંસા, સંયમ અને તપરૂપે પણ ધર્મ કહ્યો છે.