________________
૩૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૪
એટલે મહત્ત્વની વાત તો સંયમ જ છે. પરંતુ તેમાં સરાગતા રૂપ દોષ હોવાથી તે સરાગ સંયમ સતાવેદનીય કર્મનો આશ્રવ બને છે.
સૂત્ર (૬-૧૪) પ્રયોજન - દર્શનમોહનીયના આશ્રવો જણાવે છે. केवलि-श्रुत-संङ्घ-धर्मदेवावर्णवादो दर्शनमोहस्य ६-१४ કેવલિ શ્રુત-સંઘ-ધર્મદેવાવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદ: દર્શનમોહસ્ય ૬-૧૪
શબ્દાર્થ કેવલિ = કેવળજ્ઞાની, શ્રત = શાસ્ત્ર, આગમ, સંઘ = સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ, ધર્મ = અહિંસા-સંયમ-તપરૂપ ધર્મ, દેવ = ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો, અવર્ણવાદ = નિંદા, ટીકા કરવી, દર્શનમોહસ્ય = દર્શનમોહનીયકર્મનો આશ્રવ.
સૂત્રાર્થ : કેવલજ્ઞાની, શ્રુતજ્ઞાની, ચતુર્વિધ સંઘ, જૈનધર્મ અને દેવોની નિંદા-ટીકા કરવી (અવર્ણવાદ ગાવો) એ દર્શનમોહનીયનો આશ્રવ છે.
ભાવાર્થ : (૧) કેવળી-અવર્ણવાદઃ
રાગ-દ્વેષ રહિત (વીતરાગ) અને કેવળજ્ઞાન યુક્ત હોય તે કેવળી. કેવળ જ્ઞાનકેવળ દર્શને જેમને પ્રાપ્ત થયું છે તેવા તેરમા ગુણસ્થાનકે વર્તતા અને જેમના ચાર ઘાતી કર્મો નષ્ટ થઈ ચૂક્યા છે એવા કેવળી પરમાત્માનો અવર્ણવાદ કરવો જેમ કે : • કેવળી શરમ વગરના છે કેમકે નગ્ન થઈને ફરે છે. • હિંસાથી થયેલા સમવસરણનો ઉપયોગ કરે છે માટે તે અકાય આદિની હિંસાનું
અનુમોદન કરે છે. • સર્વજ્ઞ હોવાથી મોક્ષના સર્વપ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ-ત્યાગ
આદિ કઠિન ઉપાયો જ બતાવે છે.