________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૩
૩૭ | (૯) શૌચ : લોભ કષાયનો ત્યાગ અર્થાત્ સંતોષ. બહારથી શરીર સંબંધી સ્નાનાદિ દ્વારા કરાતી જે પવિત્રતા તથા અંદરથી (અત્યંતર) માનસિક પવિત્રતા તે
શૌચ.
સંક્ષેપમાં સાતવેદનીયકર્મના નવ (૯) આશ્રવો નીચે પ્રમાણે વિચારવા. (૧) ભૂત અનુકંપા : જીવો માત્ર પ્રત્યે તથા દીન-દુઃખી, ગરીબો ઉપર દયા કરવી. (૨) વતી અનુકંપા : અગારી-અણગારી વ્રતીની સેવા કરવી. વ્રતધારી શ્રાવક
શ્રાવિકાની સેવા-ભક્તિ કરવી. અણગારીને અન્ન-વસ્ત્ર આદિ
વહોરાવવું. (૩) દાન : પોતાની વસ્તુ ઉપકાર કરવાની બુદ્ધિથી પરને આપવી. (૪) સરાગસંયમ : રાગ સહિત સંયમ.
દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તથા સંયમાદિ ગુણ પ્રત્યે ખૂબ જ
અનુરાગપૂર્વકનો સંયમ. (૫) સંયમસંયમ : કંઇક અંશે સંયમ, કંઇક અંશે અસંયમ (દેશવિરતિ) શ્રાવકના
વ્રતો પાળવા. (૬) અકામનિર્જરા : ઇચ્છા વિના થતો કર્મોનો ક્ષય.
અનિચ્છાએ, પરવશપણે દુ:ખ સહન કરવું. (૭) બાલાપ : સમ્યજ્ઞાન વિના અજ્ઞાનપૂર્વક કરાતો તપ. (૮) ક્ષમા ક્રોધ ન કરવો, શાંતિ રાખવી. (૯) શૌચ : સંતોષ રાખવો, લોભકષાયનો ત્યાગ કરવો
શરીર સ્વચ્છ રાખવું, મન પવિત્ર રાખવું. આ સર્વે સાતવેદનીયકર્મના આશ્રવો છે. તદુપરાંત ધર્મરાગ, તપનું સેવન, બાળ, ગ્લાન, તપસ્વીની વૈયાવચ્ચ, દેવગુરુની ભક્તિ, માતા-પિતાની સેવા, વગેરેના શુભ પરિણામો પણ સાતાવેદનીય કર્મના આશ્રવ છે. આ આશ્રવોથી ભવાંતરમાં કે આ ભવમાં પણ શારીરિક સુખ મળે તેવા શુભકર્મો (પુણ્યકર્મો) બંધાય છે.