________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૧૩
૩૫
વ્રત કહેલ છે. આ વ્રતને જે ધારણ કરે તેને ‘‘વ્રતી’’ કહેવામાં આવે છે. વ્રતીના અગારી અને અણગારી એમ બે ભેદ છે.
અગારી વ્રતી : અગાર એટલે ઘર, ગૃહાવસ્થામાં રહી દેશથી વ્રતનું પાલન કરે તે વ્રતી અગારી કહેવાય છે. ટૂંકમાં સ્થૂલથી પ્રાણાતિપાત આદિનો ત્યાગ કરનાર દેશવિરતિધર એવો શ્રાવક અને શ્રાવિકા તે અગારી અર્થાત્ ગૃહસ્થવ્રતી કહેવાય છે. જુના કાળ પ્રમાણે ઘરની વ્યાખ્યા કરતા જણાવે છે કે જ્યાં ખાંડણી, ઘંટી, ફૂલો, પાણીયારું, અને સાવરણી એ પાંચનો વપરાશ થતો હોય તે ઘર કહેવાય અને ઘરમાં રહે તે ગૃહસ્થ અર્થાત્ ‘અગારી’” કહેવાય છે.
અણગારી-વ્રતી : અગારથી રહિત હોય તે અણગારી કહેવાય છે. અણગાર એટલે ગૃહસ્થાવાસનો ત્યાગ કરીને, હિંસા - અસત્ય - ચોરી - મૈથુન - પરિગ્રહ એ પાંચે પ્રકારના પાપ વ્યાપારથી સર્વથા નિવૃત્ત થઈને વ્રતને ધારણ કરેલા (સાધુસાધ્વીજી) તથા જ્ઞાનાચાર વગેરે પાંચે આચારમાં પ્રવૃત્ત એવા સાધુ-સાધ્વીજીને અણગારી વ્રતી કહ્યા છે.
ઋષિ, મુનિ, યતિ, સંયત, શ્રમણ, અણગાર, નિર્પ્રન્થ વગેરે સાધુના પર્યાયવાચી શબ્દો છે. બંને પ્રકારના વ્રતીની ભોજન, પાન, વસ્ત્ર, પાત્ર, આશ્રય અને ઔષધ આદિથી ભક્તિ કરવી વ્રતી-અનુકંપા છે.
(૩) દાન ઃ સ્વ-પર પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ પરને આપવી તે દાન છે.
(૪) સરાગસંયમ : સંસારના કારણરૂપ તૃષ્ણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતાં પણ જ્યારે મનમાં રાગના સંસ્કારો ક્ષીણ થયા હોતા નથી ત્યારે તે સંયમ સરાગસંયમ કહેવાય છે. સંજ્વલન લોભાદિ કષાયને મહાત્મા પુરુષો ‘‘રાગ’’ તરીકે ઓળખાવે છે, આ રાગથી સહિત તે સરાગ. જ્યારે સંયમનો અર્થ થાય છે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. રાગસહિત આવો સંયમ તે સરાગ સંયમ કહેવાય છે.
(૫) સંયમાસંયમ : જેમાં કંઈક અંશે સંયમ હોય અને કંઈક અંશે અસંયમ હોય તેવી સ્થિતિને સંયમાસંયમ અર્થાત્ દેશિવરિત કહેવાય છે.
(૬) અકામનિર્જરા ઃ કામ એટલે ઇચ્છા. નિર્જરા એટલે કર્મોનો ક્ષય. સ્વેચ્છાથી કર્મોનો નાશ તે સકામનિર્જરા અને ઇચ્છા વિના કર્મોનો નાશ તે અકામનિર્જરા. ઇચ્છા ન હોવા છતાં પરતંત્રતા, અનુરોધ, સાધનનો અભાવ વિગેરેના કારણે જે નિર્જરા થાય