________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ પણ આ વાત બરાબર નથી કેમકે સમભાવે દુઃખ સહન કરવાથી નવું અસતાવેદનીય કર્મ બંધાતું નથી પણ પૂર્વે બંધાયેલા અસાતા વેદનીય કર્મનો પણ ક્ષય થઈ જાય છે. આથી સર્વથા દુઃખથી મુક્ત થવા તપ-ધ્યાન-પરિષહ આદિનું સેવન કરવું એ જ રાજમાર્ગ છે.
સૂત્ર (૬-૧૩) પ્રયોજન - સાતવેદનીય કર્મના આશ્રવો જણાવે છે. भूत-व्रत्यनुकम्पादानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ભૂત-વ્રત્યનુકમ્પાદાને સરાગસંયમાદિયોગઃ ક્ષાન્તિઃ શૌચમિતિ સદસ્ય
૬-૧૩ ભૂત-વ્રત-અનુકંપા દાન સરાગ-સંયમ-આદિ યોગઃ શાન્તિઃ શૌચમ્ ઇતિ સદ્દસ્ય
૬-૧૩ શબ્દાર્થઃ ભૂત = જીવ, વતી = દેશથી કે સર્વથી વ્રતધારી, અનુકંપા = કરૂણા, સરાગસંયમાદિયોગ = સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાળતપ, ક્ષાન્તિ = ક્ષમા, શૌચ = સંતોષ, સદ્યસ્ય = સાતવેદનીયકર્મના.
સૂત્રાર્થ : ભૂત-અનુકંપા, વ્રત-અનુકંપા, દાન, સરાગ-સંયમ, (આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપ) આ સરાગસંયમાદિરૂપ યોગ, ક્ષમા અને શૌચ આ સર્વે સાતવેદનીય કર્મના આશ્રવો છે.
ભાવાર્થ : સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર દ્વારા સાતવેદનીય કર્મના આશ્રવો જણાવે છે. પ્રાણીમાત્રની દયા, વ્રતધારીઓને વિશેષે દાન કરવું. રાગવાળું ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અકામ નિર્જરા, સમ્યકજ્ઞાન રહિત થતો એવો બાળતા, સક્રિયારૂપ યોગ, ક્ષમા અને સંતોષ એ સર્વેને સાતા વેદનીય કર્મના આશ્રવો કહ્યા છે.
(૧) ભૂત-અનુકંપા : ચાર ગતિમાં ભટકતા એવા જગતના પૃથ્વીકાયાદિ સર્વે જીવો પ્રત્યે દયાના પરિણામ તે ભૂત-અનુકંપા કહેવાય છે.
(૨) વ્રતી-અનુકંપાઃ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમવું તેને