________________
૩ ૨
શોક
અધ્યાય : ૬, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ ટૂંકમાં અન્યને દુઃખ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ અસતાવેદનીય કર્મનો આશ્રવ બને છે. અનીતિ, વિશ્વાસઘાત, ત્રાસ, તિરસ્કાર, ઠપકો, પરનિંદા, નિર્દયતા, મહાઆરંભ, મહાપરિગ્રહ વગેરે પણ અસતાવેદનીયકર્મના આશ્રવો કહેવાય છે.
સંક્ષેપમાં અસતાવેદનીય કર્મના છ (૬) આશ્રવો નીચે પ્રમાણે વિચારવા. આશ્રવ
સંક્ષેપમાં અર્થ દુઃખ ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થવાથી મનમાં પીડા થાય છે.
ચિંતા કરવી, મનમાં માઠા વિચારો કરવા. તાપ તીવ્ર સંતાપ, કઠોર વચન સાંભળવાથી મનમાં બળ્યા કરવું. આકંદન રડવું, છાતી કૂટવી, હાથ-પગ પછાડવા. વધ પ્રાણ લેવા, શસ્ત્રાદિથી માર મારવો. પરિદેવન કુટુંબીજનનો વિયોગ થતાં તેની યાદમાં કરૂણાજનક વિલાપ કરવો.
ઉપરના ૬ કારણો :(૧) સ્વયં અનુભવે (૨) બીજાને કરાવે (૩) સ્વયં પણ અનુભવે અને બીજાને પણ કરાવે. આમ ત્રણ રીતે અસતાવેદનીય કર્મ બંધાય છે. શંકા : શોક અને પરિદેવનમાં શું ફર્ક છે?
સમાધાન : શોકમાં મનમાં ચિંતા કે ખેદ થાય છે. જ્યારે પરિદેવનમાં હૃદયમાં રહેલી ચિંતા, કરુણાજનક શબ્દોથી બહાર પ્રગટ થાય છે.
શંકા : સૂત્ર ૬-૧૨ માં જણાવેલા દુઃખ આદિ નિમિત્તો સ્વ કે પરમાં ઉત્પન્ન કરવાથી અસાતાવેદનીય કર્મનો બંધ કરાવતા હોય તો ઉપવાસ, લોચ, વ્રત, પરિષહ સહેવાથી દુઃખ તો થવાનું જ છે અને તે પણ અસતાવેદનીય કર્મનો આશ્રવ જ કરાવશે.