________________
૩૦
અધ્યાય : ૬, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ • પુસ્તકના પાનાને, બગલમાં કે ખીસામાં રાખી બાથરૂમ જવું. • એઠા મોઢે બોલવું, ભોજન વાપરતા છાપુ કે ચોપડી વાંચવા. • અક્ષરવાળા કપડા કે અન્ય ખાવાના પદાર્થોનો ઉપયોગ કરવો. • કાગળમાં ખાવું, કાગળ ઉપર પગ મૂકવા, કાગળ ગંદકીમાં ફેંકવા. • ચરવળો, મુહપત્તિ, પુસ્તકને અડાડવા કે પુસ્તક ઉપર રાખવા.
સાર સૂત્રકાર મહર્ષિએ આ સૂત્ર દ્વારા જ્ઞાન અને દર્શન એ બે ગુણને ઢાંકનારા બે કર્મોના બંધ હેતુઓને જણાવ્યા છે. જ્ઞાન અને દર્શને આત્માના ગુણો છે તેથી જ્ઞાની અને જ્ઞાનના સાધનો તથા દર્શની અને દર્શનના સાધનો પ્રતિ જરાપણ અસાવધાની કે ઉપેક્ષા રાખીશું તો તેનાથી આપણા જ ગુણોનો અર્થાત્ આપણો જ આત્મઘાત થશે.
જો કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તેની સાથે સંબંધ ધરાવતા જ્ઞાન-દર્શન, જ્ઞાની-દર્શની અને જ્ઞાન-દર્શનના સાધનોનો અંતઃકરણપૂર્વક આદર કરવો જોઈએ. તે સર્વને હૈયાના બહુમાનભાવપૂર્વક વંદન-નમસ્કાર કરવા જોઇએ.
૬-૧૨
સૂત્ર (૬-૧૨) પ્રયોજન - અસાતવેદનીય કર્મના આશ્રવો જણાવે છે. दुःख-शोक-ताप-आक्रन्दन-वधपरिदेवनान्यात्मपरोभयस्था-न्यसद्वेद्यस्य
૬-૨૨ દુઃખ-શોક-તાપ-આક્રન્દન-વધપરિદેવનાન્યાત્મપરોભયસ્થા-જસદ્યસ્ય દુઃખ-શોક-તાપ-આક્રન્દન-વધ-પરિદેવનાનિ આત્મ - પર - ઉભયસ્થાનિ અસદ્યસ્ય ૬-૧૨
શબ્દાર્થ દુઃખ = દુઃખ, શોક = શોક, તાપ = સંતાપ, પશ્ચાતાપ, આકંદન = રૂદન, વધ = વધ, હિંસા, પરિદેવન = હૈયાફાટ રૂદન, આત્મ (સ્થાનિ) = પોતાનામાં, પર (સ્થાનિ) = બીજામાં, બીજાને કરાવે = ઉભયસ્થાનિ = પોતાનામાં તથા પારકામાં, બંનેને ઉત્પન્ન કરાવે, અસદુ = અસાતવેદનીયના બંધહેતુઓ
જાણવા.