SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૧ આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનના સાધનોનો નાશ કરવો. સંક્ષેપમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના છ (૬) આશ્રવો નીચે પ્રમાણે વિચારવા. આશ્રવ પ્રદોષ નિહ્નવ માત્સર્ય અંતરાય સંક્ષેપમાં અર્થ અરૂચી, કંટાળો, અત્યંત દ્વેષ થવો. છૂપાવવું, બહુમાન ન કરવું. ઇર્ષા, અદેખાઇ કરવી. વિઘ્નો ઉભાં કરવાં. અનાદરથી વર્તન, ઉપેક્ષા કરવી. જ્ઞાનના સાધનોનો નાશ કરવો. ૨૯ આસાદન ઉપઘાત શંકા : આસાદન અને ઉપઘાતમાં શું ફેર છે ? સમાધાન : છતે જ્ઞાને તેનો વિનય ન કરવો, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણો ન જણાવવા એ ‘‘આસાદન’’ છે. જ્યારે ઉપઘાતમાં જ્ઞાનનાં સાધનોને બીનજરૂરી માની તેને નષ્ટ કરવાનો ઈરાદો હોય તેને આસાદન કહેવાય છે. પ્રદોષાદિ છ કારણોમાં સમાવિષ્ટ અન્ય આશ્રવો : • જ્ઞાનીથી પ્રતિકૂળ વર્તવું અથવા તેનું અપમાન કરવું. • જ્ઞાનીના વચનો પર શ્રદ્ધા ન રાખવી. • જ્ઞાનનો ગર્વ કરવો કે પોતાને પંડિત માનીને ચાલવું. • સ્વાધ્યાય, વ્યાખ્યાન શ્રવણ વગેરે સારાં કાર્યો પણ અનાદરથી કરવા. ♦ અભ્યાસમાં પ્રમાદ કરવો.નિદ્રા આળસથી સ્વાધ્યાય ન કરવો. • સૂત્ર વિરુદ્ધ બોલવું, જૂઠો ઉપદેશ આપવો. વર્તમાન કાળે થતી જ્ઞાનની આશાતનાના કેટલાક દષ્ટાંતો : ♦ પુસ્તકાદિ જ્ઞાનના સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવા. • જ્ઞાનના સાધનો ગમે ત્યાં ફેંકી દેવા, મેલા કપડામાં બાંધવાં.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy