________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ (૨) નિલંવ: જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોનો અમલાપ કરવો, તેમને છૂપાવવા, જાહેરમાં બહુમાન ન કરવું. તેઓએ સમજાવેલી વાતને છુપાવવી. કોઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું સાધન માંગે ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં હું નથી જાણતો, મારી પાસે તે વસ્તુ નથી એવું કહેવું તે જ્ઞાન નિદ્ભવ છે. પોતાની પાસે જ્ઞાન હોવા છતાં કોઈ ભણવા આવે ત્યારે કંટાળો, પ્રમાદ વગેરે કારણથી હું જાણતો નથી એમ કહીને ન ભણાવવું. જેમની પાસે અધ્યયન કર્યું હોય તેમને જ્ઞાનગુરુ ન માનવા. જ્ઞાનને છૂપાવવું, જ્ઞાનીના વચનો પર શંકા લાવીને પોતાની માન્યતાનું સ્થાપન કરવું જેમ કે જમાલી, ગોષ્ઠામાહિલ વગેરે.
(૩) માત્સર્ય : જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે ઈર્ષા રાખવી, અપ્રીતિ કરવી.
પોતાની પાસે જ્ઞાન હોય અને યોગ્ય વ્યક્તિ ભણવા આવે ત્યારે આ ભણીને મારા જેવો વિદ્વાન થઈ જશે કે મારાથી પણ આગળ નીકળી જશે. એમ ઈર્ષ્યાથી તેને જ્ઞાનદાન ન કરવું.
(૪) અંતરાયઃ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોને વિશે વિઘ્નો ઊભાં કરવાં. અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઊભું કરવું, સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તે સ્વાધ્યાય કરનારને બોલાવવો, કામ સોંપવું. તેની જ્ઞાન આરાધનામાં વિક્ષેપ થાય તેમ બોલવું કે વર્તવું, વ્યાખ્યાનમાં વાતો કરવી, ઘોંઘાટ કરવો, અન્યને વ્યાખ્યાનમાં જતા રોકવા, જ્ઞાનના સાધનો હોવા છતાં ન આપવા.
(૫) આસાદનઃ જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનો પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય બહુમાન વગેરે ન કરવું, ઉપેક્ષા કરવી, અવિધિએ ભણવું, ભણાવવું. છાપા ઉપર બેસવું. પુસ્તક બાથરૂમમાં લઈ જઈ વાંચવું. પુસ્તક પ્રત્યે અનાદરભાવ રાખવો.
(૬) ઉપઘાતઃ અજ્ઞાનતા વગેરેથી, “આ કથન અસત્ય છે” ઈત્યાદિ રૂપે જ્ઞાનમાં દૂષણ લગાડવું. આમ ન જ હોય ઈત્યાદિ રૂપે જ્ઞાનીના વચનો અસત્ય માનવા. જ્ઞાનીને