SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૧ ૨૭ આ પ્રમાણે સામાન્યથી આશ્રવ સમજાવી સૂત્રકાર મહર્ષિ હવે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે એક-એક કર્મના આશ્રવ સમજાવે છે. સૂત્ર (૬-૧૧) પ્રયોજન - જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવો જણાવે છે. तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः ૬-૨૨ તત્વદોષનિતવમાત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાનદર્શનાવરણયોઃ ૬-૧૧ તત્વદોષ-નિલવ-માત્સર્ય-અન્તરાય-આસાદનઉપઘાતાઃ જ્ઞાનદર્શનાવરણયોઃ ૬-૧૧ શબ્દાર્થ :- તત્વદોષ = જ્ઞાન, દર્શન સંબંધી દ્વેષ હોવો તે, નિતવ = છૂપાવવું, માત્સર્ય = ઇર્ષાભાવ, અન્તરાય = વિદ્ધ કરવું, આસાદન = આશાતના, ઉપઘાત = નાશ, જ્ઞાનાવરણ = જ્ઞાનને ઢાંકવું, દર્શનાવરણ = દર્શનને ઢાંકવું. સૂત્રાર્થ :- (જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનો કે દર્શન, દર્શની અને દર્શનનાં સાધનો) ઉપર (૧) પ્રદોષ ( અતિ દ્વેષ), (૨) નિહ્નવ, (૩) માત્સર્ય (ઈષ), (૪) અંતરાય, (૫) આસાદન અને (૬) ઉપઘાત કરવો. આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય (કર્મના) આશ્રવો છે. ભાવાર્થ સૂત્રમાં દર્શાવેલા છ કારણો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવોના કહ્યા, તેમાં ભેદ એટલો જ છે કે આ છે કારણો જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોના વિષયમાં હોય તો જ્ઞાનાવરણનો આશ્રવ થાય છે અને દર્શન, દર્શની અને દર્શનના સાધનોના વિષયમાં હોય તો દર્શનાવરણનો આશ્રવ થાય છે. (૧) પ્રદોષ વ્યાખ્યાન કે વાચનાના સમયે પ્રકાશિત થતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અરૂચિ થવી. જ્ઞાન ભણતા કંટાળો આવવો, જ્ઞાનીની પ્રશંસા સહન ન થવાથી કે અન્ય કારણોથી તેમના પ્રત્યે દ્વેષ અથવા વૈર ભાવ રાખવો. જ્ઞાનના સાધનો જોઈને તેના પ્રત્યે રૂચિ કે પ્રેમ ન થવો પણ અરૂચિ અને દ્વેષ થવો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy