________________
૨.
અધ્યાય : ૬, સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ નવું પહેર્યું હોય તો બીજું પણ નવું જ પહેરવું. આને ઉપકરણ સંયોગાધિકરણ
કહેવાય છે. (૪) નિસર્ગ ત્યજવું, છોડવું, પરઠવવું તે નિસર્ગ. તેના ત્રણ ભેદ છે. મન નિસર્ગ,
વચન નિસર્ગ અને કાય નિસર્ગ. શાસ્ત્રોથી વિરુદ્ધ વિચારો કરવા. મનોવર્ગણાના પુદ્ગલોનો વિરુદ્ધ વિચારોમાં ઉપયોગ કરીને ત્યજવા તે મન નિસર્ગ. વચન દ્વારા શાસ્ત્ર વિરુદ્ધ બોલવું. ધર્મનો ખોટો ઉપદેશ આપવો. ખોટી શિખામણ આપવી. કોઇને ખોટે રસ્તે ચઢાવવો વગેરે. વચન નિસર્ગ કાયાને દુરાચારમાં નાખવી. અગ્નિસ્નાન તથા જલસ્તાન દ્વારા મરવું. ગળે ફાંસો ખાવો, આપઘાત કરવો વગેરે. કાય નિસર્ગ આ પ્રમાણે જીવાધિકરણના ૧૦૮ અને અજીવાધિકરણના ૨ + ૪ + ૨ + ૩ = ૧૧ ભેદો છે. આ ભેદો દ્વારા આ જીવ સમયે સમયે કર્મ બાંધે છે. માટે તે સર્વેને અધિકરણ કહેવાય છે. જીવ કર્મોનો કર્તા છે અને અજીવ તેમાં સહાયક નિમિત્ત કારણ છે. આ પ્રમાણે સામાન્યથી આશ્રવ સમજાવી. સૂત્રકાર મહર્ષિ હવે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે એક-એક કર્મના આશ્રવ સમજાવે છે. અજીવાધિકરણના ૧૧ ભેદો :
મુખ્યભેદ પેટા ભેદ નિર્વર્તના નિક્ષેપ
સંયોગ
નિસર્ગ
- ૧૧