SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૦ તેના બે ભેદ છે- અત્યંતર નિર્વર્તના અને બાહ્ય નિર્વર્તના. ૨૫ શરીર, હાથ, પગ, મુખ, આંખ, કાન વગેરે જે પુદ્ગલોની રચના સ્વરૂપ અવયવો છે કે, જેના દ્વારા આત્મા પાપો કરે છે. તે અત્યંતર નિર્વર્તના. કારણ કે આ પુદ્ગલ રચના આત્મપ્રદેશોની સાથે એક-મેક છે. માટે તેને અત્યંતર નિર્વર્તના કહેવાય છે. છરી, ચપ્પુ, તલવાર, ભાલા, લાકડી ઇત્યાદિ જે પુદ્ગલોની રચના સ્વરૂપ પાપ કરવાના સાધનો છે તે બાહ્ય નિર્વર્તના કહેવાય છે. જે આત્મપ્રદેશો સાથે તન્મય નથી. તેથી બાહ્ય કહેવાય છે. • (૨) નિક્ષેપ : વસ્ત્ર, પાત્ર, ઘટ, પટ આદિ પૌદ્ગલિક સામગ્રીને લેવી-મૂકવી તે નિક્ષેપ. તેના અપ્રત્યવેક્ષિત, દુષ્પ્રમાર્જિત, સહસા અને અનાભોગ એમ ચાર ભેદો છે. નીચેની ભૂમિ જોયા વિના વસ્તુઓ મુકવી તે અપ્રત્યવેક્ષિત. નીચે ભૂમિ જોવા છતાં પૂજવી નહીં અથવા જેમ-તેમ પૂજવી તે દુષ્પ્રમાર્જિત. ઉતાવળે ઉતાવળે વસ્તુઓ મૂકવી તે સહસા. ઉપયોગ વિના (વિચાર્યા વિના) ગમે તેમ અસ્તવ્યસ્તપણે વસ્તુઓ મૂકવી તે અનાભોગ. (૩) સંયોગ : બે ત્રણ વસ્તુઓને જોડવી, સાથે કરવી, મિશ્ર કરવી તે સંયોગ. તેના ભક્તપાન અને ઉપકરણ એમ બે ભેદો છે. ભક્ત એટલે ભોજન અને પાન એટલે પાણી. ભોજનમાં અને પાણીમાં રસાસ્વાદ માટે મિશ્રતા કરવી. જેમ કે, રોટલીની સાથે દાળ મિશ્ર કરવી. ભાત સાથે શાક, દાળ મિશ્ર કરવા, વધારે સ્વાદ માટે ચટણી, અથાણા મિશ્ર કરવા. પાણીમાં વધુ સ્વાદ માટે ખાંડ, સાકર, મિશ્ર કરવા. ઠંડા પીણા સાથે બરફ મિશ્ર કરવો. આ બધું ભક્તપાન સંયોગાધિકરણ કહેવાય છે. ઉપકરણ એટલે વસ્ત્રાદિ સાધનો. ઉપર નીચેના વસ્ત્રોનું મેચીંગ કરવું. એક વસ્ત્ર
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy