________________
અધ્યાય : ૬, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
જેમ કે જે વ્યક્તિ દ્વારા પોતાને લાભ થવાનો હતો પણ લાભ ન થયો અને એ જ વ્યક્તિનું બીજા કોઇએ ખૂન કર્યું તે ખૂન થયું સાંભળી બહુ સારું થયું - તે જ દાવનો હતો એવો ભાવ કાયાની ચેષ્ટા દ્વારા કરે.
૨૪
ઉપરનું દૃષ્ટાંત એક સેમ્પલ તરીકે આપણે વિચાર્યું. આ રીતે માન, માયા, લોભ, મન, વચન વગેરે દરેક દષ્ટિથી ઉપરનું ઉદાહરણ વિચારીએ તો ૧૦૮ ભેદ થાય.
સૂત્ર (૬-૧૦) પ્રયોજન :- અજીવ અધિકરણના ભેદો જણાવે છે.
निर्वर्तना निक्षेपसंयोगनिसर्गा
द्विचतुर्द्वित्रिभेदाः परम्
નિર્વર્તના નિક્ષેપસંયોગનિસર્ગા
દ્વિચતુર્ત્તિત્રિભેદાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગાઃ
દ્વિ-ચતુઃ દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્
૬-૧૦
=
શબ્દાર્થ : નિર્વર્તના = રચના, નિક્ષેપ = મૂકવું, સંયોગ = ભેગું કરવું, નિસર્ગ ત્યાગ કરવો, દ્વિ = બે, ચતુઃ = ચાર, ત્રિ = ત્રણ, ભેદાઃ = પ્રકારો, ભેદો, પરમ = પર (અજીવાધિકરણ).
६-१०
૬-૧૦
સૂત્રાર્થ : (બીજા અજીવ અધિકરણના) નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ (એમ ચાર) ભેદ છે. જેના અનુક્રમે બે, ચાર, બે અને ત્રણ પ્રકારો છે.
ભાવાર્થ : : આઠમા સૂત્રમાં કહેલા પ્રથમ જીવાધિકરણના ૧૦૮ ભેદ જેમ સૂત્ર (૬૯)માં કહ્યા છે. તેમ બીજા અજીવાધિકરણના ભેદો આ સૂત્રમાં જણાવે છે. પરમ એટલે પાછળના અર્થાત્ બીજા અજીવાધિકરણના મૂળ ચાર ભેદ છે. અને તે ચારેના અનુક્રમે ૨-૪-૨ અને ૩ ભેદો છે. મૂલ ચાર ભેદો છે. (૧) નિર્વર્તના, (૨) નિક્ષેપ, (૩) સંયોગ, (૪) નિસર્ગ.
(૧) નિર્વર્તના ઃ એટલે રચના, બનાવટ, આકૃતિ.