________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૮-૯
૨૧
છટ્ટા સંઘયણવાળો નીચે બે નરક સુધી અને ઉપર ચાર દેવલોક સુધી જ જાય છે. જ્યારે પ્રથમ સંઘયણવાળો જીવ નીચે સાતમી નરક સુધી અને ઉપર અનુત્તર દેવલોક અને મોક્ષ સુધી જઈ શકે છે.
(૬) અધિકરણ : અધિકરણ એટલે આશ્રવની ક્રિયાના સાધનો. ભિન્ન ભિન્ન શસ્ત્રોથી થતી હિંસાની ક્રિયા હિંસારૂપે સમાન હોવા છતાં કર્મબંધમાં ભેદ પડે છે. જેમ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને લાકડીથી મારે, અથવા ચપ્પુ-છરીથી મારે કે તલવારથી મારે તેમાં પરિણામની તીવ્રતા વધુ હોય છે.
સૂત્ર (૬-૮) પ્રયોજન ઃ- અધિકરણના મુખ્ય બે ભેદ જણાવે છે.
अधिकरणं जीवाजीवाः
અધિકરણં જીવાજીવાઃ
અધિકરણં જીવ-અજીવાઃ
૬-૮
૬-૮
૬-૮
શબ્દાર્થ : અધિકરણ = સાધન, શસ્ર.
સૂત્રાર્થ : અધિકરણના જીવ અને અજીવ (એમ
ભેદો છે).
ભાવાર્થ : પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મો બાંધવામાં જે જે સાધન છે તેને અધિકરણ કહેવાય છે. જીવ પોતે રાગાદિ પરિણામોને વશ થઇને કર્મો બાંધે છે. માટે જીવ પોતે કર્તા તરીકે અધિકરણ છે. તે જીવાધિકરણ કહેવાય છે.
ભોગના તમામ સાધનો અને હિંસાદિના તમામ સાધનો જીવને કર્મ બાંધવામાં નિમિત્તરૂપે સહાયક છે માટે તે પણ અધિકરણ છે. એમ અધિકરણના બે પ્રકાર છે. (૧) જીવાધિકરણ (ઉપાદાનકારણ) અને (૧) અજીવાધિકરણ (નિમિત્તકારણ).
જીવ વિનાનું એકલું અજીવ અજીવ વિનાનો એકલો જીવ કર્મ બાંધતો નથી. જીવ વિનાનો મૃતદેહ માત્ર અજીવ હોવાથી કર્મ બાંધતો નથી. અજીવ વિનાના દેહથી છૂટો પડેલો શુદ્ધ આત્મા પણ કર્મ બાંધતો નથી. તેથી બંને હોય ત્યારે જ કર્મબંધ થાય છે અને ત્યારે જ અધિકરણ કહેવાય છે.