________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૭
૧૯ થાય છે તે ૧૧-૧૨-૧૩ આ ત્રણ જ ગુણસ્થાનકોમાં થાય છે. બાકીના ગુણસ્થાનકોમાં ઓછા પણ સામ્પરાયિક બંધ હોય છે.
સૂત્ર (૬-૭) પ્રયોજન - આશ્રવના (બાહ્ય) કારણો સમાન હોવા છતાં આન્તરિક પરિણામના ભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન કરે છે. तीव्रमन्दज्ञाताज्ञातभाव वीर्याधिकरण विशेषेभ्यः तद्विशेषः ६-७ તીવ્રમન્દજ્ઞાતાજ્ઞાતભાવ વર્તાધિકરણ વિશેષેભ્યઃ તદ્ધિશેષઃ ૬-૭ તીવ્ર-મદ-જ્ઞાત-અજ્ઞાતભાવ-વીર્ય અધિકરણવિશેષેભ્યઃ સવિશેષ:
શબ્દાર્થ: તીવ્ર = અધિક પરિણામ, મંદ = અલ્પ પરિણામ, જ્ઞાત-અજ્ઞાત = ઇરાદાપૂર્વકની પ્રવૃત્તિ, ભાવ = તે પ્રકારના પરિણામો, વિર્ય = શક્તિ વિશેષ, અધિકરણ = આશ્રવની ક્રિયાના સાધનો, વિશેષ = ભેદ, તદ્ = તે.
સૂત્રાર્થ તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
ભાવાર્થ: (૧) તીવ્રભાવ (૨) મંદભાવ (૩) જ્ઞાતભાવ (૪) અજ્ઞાતભાવ (૫) વીર્યવિશેષ અને (૬) અધિકરણ. આ છના ભેદથી કર્મબંધમાં તફાવત થાય છે.
(૧) તીવ્રભાવઃ તીવ્ર એટલે પ્રકૃષ્ટ (Intense) અને ભાવ એટલે પરિણામ.
બાહ્ય કારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતાને કારણે કર્મબંધ ભિન્ન ભિન્ન થાય છે. જેટલા પરિણામ તીવ્ર તેટલો બંધ પણ તીવ્ર, જેમકે દ્રશ્યને જોતી વખતે વ્યક્તિ જો તીવ્ર આસક્તિપૂર્વક તે દશ્ય જોતી હોય તો કર્મનો બંધ પણ તીવ્ર જ થાય છે.
તીવ્રભાવ એટલે અધિક પરિણામ. જેમ કે દોષિત વ્યક્તિના પ્રાણનો નાશ કરવાનો હોય તેના કરતાં કોઈ નિર્દોષ વ્યક્તિને મારવી હોય તો પરિણામ ઘણા તીવ્ર બને છે.