________________
૧૮
અધ્યાય : ૬, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ શંકા કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઈન્દ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે કારણકે સામ્પરાયિક આશ્રવમાં મુખ્યત્વે કષાયો જ કારણ છે એવું આ અધ્યાયના જ પાંચમા સૂત્રમાં કહ્યું છે. કષાયથી રહિત ઈન્દ્રિય આદિ સાંપરાયિક આશ્રવ બનતા જ નથી તો પછી કષાય સિવાયના અવતાદિ ત્રણ ભેદોનું કથન કરવાની શી જરૂર ?
સમાધાનઃ વાત સાચી છે. કષાયના યોગે જીવ આશ્રવની કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તેનો સ્પષ્ટ બોધ થાય અને તે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરે એ માટે અહીં ઈન્દ્રિય આદિનું પૃથક્ ગ્રહણ કર્યું છે.
શંકા : કેવળ અવ્રતનું ગ્રહણ કરવાથી ઈન્દ્રિય, કષાય વગેરેનું ગ્રહણ થઈ જાય છે. કેમકે અવ્રતના પરિણામ વિના ઈન્દ્રિયાદિની પ્રવૃત્તિ થતી નથી. આથી અહીં ઈન્દ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે?
સમાધાન : વાત સાચી છે. પણ અવ્રતમાં ઈન્દ્રિય આદિના પરિણામ કારણ છે એ જણાવવા માટે ઈન્દ્રિય આદિનું ભિન્ન સ્વરૂપે ગ્રહણ કર્યું છે.
સાર : અવ્રત, કષાય, ઇન્દ્રિયો અને ક્રિયા એ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તો પણ અન્ય આશ્રવોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવા છતાં ઈન્દ્રિયો વગેરે એકબીજામાં કેવી રીતે નિમિત્તરૂપ બને છે અને તેના યોગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે તેનો સ્પષ્ટ બોધ થાય એ દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આશ્રવોનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણેનો એમાં સમાવેશ થઈ શકે છે.
જો આશ્રવ નિવારવાની ઇચ્છા હોય તો વ્રત-નિયમો ગ્રહણ કરવા જોઈએ. એ જ રીતે ઈન્દ્રિયો બાબત પણ આત્મા વિચાર કરે કે જે અનુકૂળ-પ્રતિકૂળ વિષયો છે તે સર્વે તો પુદ્ગલનો સ્વભાવ જ છે. આમાં જીવને રાજી કે નારાજીની કશી આવશ્યકતા નથી એવું વિચારીને રાજી પણ ન થાય અને નારાજ પણ ન થાય તો તે જીવને પાંચ ઈન્દ્રિયો સંબંધી આશ્રવ અટકી શકે છે.
એ જ રીતે કષાયો તો આ સામ્પરાયિક આશ્રવના મૂળ કહ્યા છે. જો કષાય જ નહીં હોય તો જીવને સામ્પરાયિક આશ્રવ થવાનો જ નથી માટે શક્ય તેટલું કષાયોથી દૂર રહેવું. જો પ્રવૃત્તિ માત્ર જ હોય અને કષાયો રાખવામાં ન આવે તો અલ્પ આશ્રવ થાય છે પરંતુ સામ્પરાયિક આશ્રવ થતો નથી. પરંતુ કેવળ એકલા યોગથી જે આશ્રવ