________________
-
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૬ સાંપરાયિક આશ્રવના ભેદ
ઇર્યાપથ આશ્રવના ભેદ
૧૭
અવ્રત કષાય ઇન્દ્રિયો ક્રિયા
કાયયોગ વચનયોગ મનયોગ
૨૫
કુલ ભેદ
૩૯
+
કુલ ભેદ ૩
= ૪૨
આ રીતે આશ્રવના કુલ ૪૨ ભેદ છે.
શંકા અહીં આશ્રવના ૩૯ ભેદ કહ્યા છે અને નવતત્ત્વમાં ૪૨ ભેદ કહ્યા છે. તો આ તફાવતનું શું કારણ છે ?
સમાધાન : અવ્રત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા એ ચાર મૂળ ભેદ અને તેના ૩૯ ઉત્તરભેદ તો બંનેમાં સમાન છે. પરંતુ “યોગ” નામનો ભેદ નવ તત્ત્વની ગાથામાં જણાવેલો હોવાથી યોગના ત્રણ ભેદ ઉમેરાતાં કુલ ૪૨ ભેદ આશ્રવના થયા. જયારે તત્ત્વાર્થ સૂત્રકારે મૂળભૂત રીતે યોગને જ આશ્રવ કહ્યો છે. જેના સાંપરાયિક અને ઇર્યાપથ બે ભેદ કહ્યા છે. તેમાં અહીં માત્ર સાંપરાયિકના જ ભેદ ગણાવ્યા છે.
શંકા : કેવળ ઈન્દ્રિયોના નિર્દેશથી અન્ય કષાય આદિનું પણ ગ્રહણ થઈ જશે. કારણ કે કષાય આદિનું મૂળ ઈન્દ્રિયો છે. જીવો ઈન્દ્રિયો દ્વારા વસ્તુનું જ્ઞાન કરી તેના વિષે વિચારણા કરી કષાયોમાં, અવ્રતોમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી કષાય વગેરેનો જુદો નિર્દેશ કરવાની શું જરૂર ?
સમાધાનઃ જો કેવળ ઈન્દ્રિયોનું જ ગ્રહણ કરવામાં આવે તો પ્રમત્ત જીવના જ આશ્રવોનું કથન થાય. અપ્રમત્ત જીવના આશ્રવોનું કથન રહી જાય. કારણકે અપ્રમત્ત જીવને પણ ઈન્દ્રિયો વડે કર્મોનો આશ્રવ થાય છે કારણ કે આશ્રવના કામમાં પ્રવૃત્તિ કરો તે જ આશ્રવ છે. તેમને કષાય અને યોગથી જ આશ્રવ થાય છે. બીજું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પૂર્ણ ઈન્દ્રિયો અને મન ન હોવા છતાં જેટલી ઈન્દ્રિયો છે તેટલી ઈન્દ્રિયોથી તથા કષાય આદિથી આશ્રવ થાય છે. આથી સર્વ જીવોમાં સર્વ સામાન્ય આશ્રવનું વિધાન થાય એ માટે ઈન્દ્રિય આદિ ચારેયનું સૂત્રમાં ગ્રહણ કરવું જરૂરી છે.