SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અધ્યાય : ૬, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ સંસારમાં જે જે કામો કરીએ તેમાં જીવોની જે જે હિંસા આદિ પાપો થાય તે આરંભિકી ક્રિયા કહેવાય છે. (૨૨) પારિગ્રહકીક્રિયા : લોભથી ઘણું ધન મેળવવું તેના ઉપર મૂચ્છ-મમતા કરવી. તેના રક્ષણ માટે પ્રવૃત્તિ કરવી. (૨૩) માયાપ્રત્યયિકીક્રિયા: ધર્મક્રિયા કરતાં માયા કરી પોતાના આત્માને અને બીજાને ઠગે. ચૌદશના દિવસે કંઈ તપ ન કર્યું હોય અને કહે કે મારે એકાસણુ છે. ઉકાળેલું પાણી ન વાપરતો હોય અને કહે કે હું વાપરું છું. આમ માયા કરવાપૂર્વક ધર્મની આરાધના કરવી. (૨૪) મિથ્યાદર્શનપ્રચયિકક્રિયા ઃ આ લોક તથા પરલોકના સુખોની ઇચ્છાથી મિથ્યાષ્ટિની ધર્મસાધના કરવી. મિથ્યાત્વની પુષ્ટિ થાય તેવા કાર્યો કરવા. (૨૫) અપ્રત્યાખ્યાનિકીક્રિયા: જે પાપો જીવનમાં ન જ કરવાનાં હોય છતાં તેનો મન-વચન-કાયાથી જો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો હોય તો તેના પ્રત્યેની પાપ કરવાની ભાવના અટકી નથી એટલે આશ્રવ ચાલુ રહે છે. પચ્ચખાણ ન હોવાના કારણે આ ક્રિયા ચાલુ રહે છે. શંકા : સાંપરાયિક આશ્રવના ભેદોમાં ઈન્દ્રિયો, કષાયો અને અવ્રતો જણાવ્યા જેમાં ક્રિયા છે જ. ત્યાર પછી ૨૫ ક્રિયાઓ દ્વારા આશ્રવ કહ્યો. આ ૨૫ ક્રિયાઓમાં આશ્રવ સમજી શકાય છે તો પછી ઈન્દ્રિય કષાયો અને અવ્રતોનો નિર્દેશ કરવાની શું જરૂર ? સમાધાન : પ્રશ્ન યોગ્ય છે. કેવળ ૨૫ ક્રિયાના વિધાનથી આશ્રવના હેતુનો નિર્દેશ થઈ શકે છે. પરંતુ આ ૨૫ ક્રિયાઓમાં પણ ઈન્દ્રિય, કષાય અને અવ્રત એ કારણ છે એવું જણાવવા માટે ઈન્દ્રિયાદિ ત્રણેનું ભિન્નપણે પણ ગ્રહણ કરેલ છે. કદાચ આવી પાડવાની ક્રિયા ન કરીએ પણ આવી પાડવાની ક્રિયા કરવાના ભાવ રાખીએ તો પણ આશ્રવ થાય. એમ સમજાવવા કષાયને અને યોગને જુદા સમજાવ્યા છે. જેમ કે પારિગ્રહિકીક્રિયા : ક્રિયામાં પરિગ્રહરૂપ અવત એ કારણ છે. પરિગ્રહમાં લોભરૂપ કષાય પણ કારણ છે. જો તેના વર્ણાદિનો મોહ હોય તો ચક્ષુ ઈન્દ્રિય પણ કારણ છે. સ્પર્શન ક્રિયામાં સ્ત્રીના સ્પર્શમાં અબ્રહ્મ નામનું અવ્રત એ કારણ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy