________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય ઃ ૬, સૂત્ર-૬
૧૫
(૧૧) દર્શનક્રિયા ઃ સ્ત્રી વગેરેનું રાગથી દર્શન કરવું. પુદ્ગલ (અજીવ)ના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ દ્વારા રાગથી કે દ્વેષથી કર્મનો આશ્રવ થાય.
(૧૨) સ્પર્શનક્રિયા : સ્ત્રી, કપડાં, દાગીના વગેરેનો રાગથી સ્પર્શ કરવો. (૧૩) પ્રત્યયક્રિયા : નવા નવા શસ્ત્રો, બોંબ બનાવવા. છરી, ભાલા, ચપ્પુ વગેરે બનાવવાં.
(૧૪) સામન્તાનુપાતક્રિયા : જ્યાં લોકોની અવરજવર હોય તેવા માર્ગમાં મળમૂત્ર વગેરે અશુચિ પદાર્થોનો ત્યાગ કરવો.
(૧૫) અનાભોગક્રિયા ઃ ઉપયોગ રહિત જયણા રહિત પ્રવૃત્તિ. નીચે જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી મૂકવી જેમાં કીડી વગેરે જીવોની હિંસા થાય. ઉપયોગની શૂન્યતાએ પ્રવૃત્તિ કરવી તે.
(૧૬) સ્વહસ્તક્રિયા : પોતાના હાથે બીજાનો વિનાશ કરવો. અહિત કરવું. સેવકને સોંપેલુ કામ, ક્રોધના આવેશમાં માલિક પોતે જ કરી લે. અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું.
(૧૭) નિસર્ગક્રિયા : પાપકાર્યોમાં સંમતિ આપવી, સ્વીકાર કરવો.
(૧૮) વિદારણક્રિયા : વિદારણ - ચીરવું, ફાડવું, લાકડા ફાડવા, કપડા ચીરવા, બીજાના ગુપ્ત પાપકાર્યની જાહેરાત કરવી. બીજાને ફાળ પડે અથવા બીજાનું હૈયુ ચીરાઈ જાય તેવી વાત કહેવી. તેવા માઠા સમાચાર આપવા.
(૧૯) આનયનિકીક્રિયા ઃ શાસ્ત્રની આજ્ઞા વિરૂદ્ધ પ્રરૂપણા કરવી. પોતે ન પાળી શકે એટલે પોતાના બચાવ માટે અને પોતાના દોષોને ઢાંકવા ગમે તેમ બોલવું.
(૨૦) અનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા ઃ જિનેશ્વર ભગવાને બતાવેલી વિધિનો પ્રમાદથી અનાદર કરવો. વિવિધ ન સાચવવી. ઉપેક્ષા કરવી.
(૨૧) આરંભિકીક્રિયા : પૃથ્વીકાય આદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા કરવી.
જીવને મારવાનો ઉદ્દેશ નથી, છતાં મરી જાય છે. મકાન બનાવતાં જીવની વિરાધના થઈ જાય છે. જીવને મારવા માટે મકાન નથી બનાવતા. રસોઈ બનાવતાં જીવની વિરાધના થઈ જાય છે. વિરાધના કરવા માટે રસોઈ નથી બનાવતા. પરંતુ