SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ (૩) પ્રયોગક્રિયા : અશુભ કર્મબંધ થાય તેવી મન-વચન-કાયાની ક્રિયા જે કષાયયુક્ત હોય તેનાથી આશ્રવ થાય છે. (૪) સમાદાનક્રિયા : સમાદાન એટલે સમુદાય મુવી (Movie) જોતાં કે ટીવી જોતાં આયુષ્યનો બંધ પડે તો ધરતીકંપ વગેરે અકસ્માતમાં સાથે ઉપડી જાય. મિત્રોના કહેવાથી રસ વગર જોડાયા હોય તો બચી પણ જાય. આવું જોવામાં જે આશ્રવ તે સમાદાનક્રિયા. • સાથે (સમૂહમાં) સ્વાધ્યાય કરતા, સાથે પ્રતિક્રમણ કરતા, સાથે ધર્મક્રિયા કરતા આયુષ્યનો બંધ પડે તો પોતપોતાના પરિણામ પ્રમાણે બંધ થાય. (૫) ઈર્યાપથક્રિયાઃ ૧૧ થી ૧૩ ગુણસ્થાન સુધી આ ક્રિયા હોય. ટૂંકમાં કષાય વિનાની ગમનાગમનની ક્રિયા સતાવેદનીય કર્મ ઉપાર્જન કરાવે. (૬) કાયિકક્રિયાઃ કાયા દ્વારા અજયણા એટલે કે ઉપયોગ રહિત વર્તવું. રસ્તા ઉપર ચાલતા ઈર્યાસમિતિનું પાલન ન કરવું. બીજા ઉપયોગભાવે વર્તવું. (૭) અધિકરણિકીક્રિયાઃ હિંસાના સાધનો જેવા કે બંદુક, તલવાર, છરી, ભાલા, ચપ્પ વગેરે બનાવવા, ખરીદવા અને વેચવા. (૮) પ્રાદોષિકીક્રિયા જીવ અને અજીવ ઉપર દ્વેષ કરવો. બે મિત્રો વાત કરતા હોય અને ત્રીજો અણગમતો આવે તો મનમાં થાય કે આ ક્યાં ટપકી પડ્યો ? આમ દ્વેષ કરવો તે. કાર ચાલુ ન થાય તો કાર (અજીવ) ને ઠોકે, ક્રિકેટની ટેસ્ટ મેચમાં પોતાની માનીતી ટીમ હારી જાય તો ટીવી તોડી નાંખે એવો દ્વેષ કરે તે. (૯) પારિતાપાનિકીક્રિયા : પોતાને અથવા બીજાને સંતાપ ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. જેમ કે, મચ્છરને ભગાડવા ધૂપ કરવો, ઉંદરોને પકડવા બિલાડી પાળવી ઇત્યાદિ. (૧૦) પ્રાણાતિપાતક્રિયા: સ્વનો કે પરના પ્રાણોનો નાશ કરનારી ક્રિયા. સ્વનો નાશ : પર્વત ઉપરથી પડવું, અગ્નિ સ્નાન, ઊંડા પાણીમાં ડૂબી મરવું. પરનો નાશ : બીજાની હત્યા કરવી. જેમ કે ઉધઇને દૂર કરવા પેસ્ટકન્ટ્રોલ કરાવવું ઇત્યાદિ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy