________________
અધ્યાય : ૬, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ શંકા : શું બધા જીવોને ત્રણ યોગ હોય?
સમાધાન : ના, એકેન્દ્રિય જીવોને ફક્ત કાયયોગ જ હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને કાય અને વચન એમ બે યોગ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ત્રણે યોગ (મનો-વચન-કાય) હોય છે.
સૂત્ર (૬-૬) પ્રયોજન - સાંપરાયિક આશ્રવના ભેદો ગ્રંથકારશ્રી જણાવે છે. अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुः पञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः અવ્રતકષાયેન્દ્રિયક્રિયાઃ પંચચતુ-પંચપંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદા
૬-૬ અવ્રત-કષાય-ઇન્દ્રિય-ક્રિયાઃ પંચ-ચતુ-પંચપંચવિંશતિ સંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ
૬-૬ શબ્દાર્થ અવ્રત = અવિરતિ, કષાય = ક્રોધ-માન-માયા-લોભ, ઇન્દ્રિય = સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયો, ક્રિયા = પચ્ચીસ પ્રકારની છે. પંચ = પાંચ, ચતુઃ = ચાર, પંચવિંશતિ = પચીસ, પૂર્વસ્ય = પૂર્વના (સાંપરાયિકના), ભેદા = ભેદો છે.
સૂત્રાર્થ અવ્રત, કષાય, ઈન્દ્રિયો અને ક્રિયાઓના અનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પચ્ચીસ ભેદો છે. એમ કુલ ૩૯ ભેદો (સાંપરાયિક નામના) પ્રથમ આશ્રવના છે.
ભાવાર્થ સૂત્રમાં “પૂર્વસ્ય” શબ્દ છે તે સૂત્ર ૬-૫ ની અનુવૃત્તિ છે. અર્થાત્ સૂત્ર (૯-૫) ઉપર આધારિત છે. ઉપરના સુત્રમાં બે પ્રકારના આશ્રવ કહેલા છે તેમાં પ્રથમ આશ્રવ સામ્પરાયિક છે માટે ‘પૂર્વસ્ય” એટલે સાંપરાયિક એવો અર્થ થશે.
હવે સાંપરાયિક આશ્રવના ૩૯ ભેદો વિચારીએ.
પાંચ અવ્રતો : હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચે પાપસ્થાનકો એ અવ્રત છે. તે પાપોથી વિરમણ કરવામાં આવે તો તે મહાવ્રત કે અણુવ્રત સ્વરૂપે હોય છે. પરંતુ વિરમણ કરવામાં ન આવે અને પ્રવૃત્તિ કરવામાં આવે તો આ પાંચે પાપો