SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૫ ૧૧ સૂત્રાર્થ : સકષાય (કષાયવાળા) આત્માનો (યોગ) સામ્પરાયિકકર્મનો આશ્રવ (બને) છે અને અકષાય (કષાયરહિત) આત્માનો યોગ ઈર્યાપથિકકર્મનો આશ્રવ બને છે. ભાવાર્થ ઃ કર્મનો બંધ ચાર પ્રકારે હોય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસ (અનુભાવ) બંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ મન-વચન-કાયાના યોગ છે. સ્થિતિબંધનું કારણ કષાય અને ૨સબંધનું કારણ લેશ્યાજનિત કાષાયિક પરિણામ છે. સંપરાય એટલે કષાય. સંપરાય યુક્ત અર્થાત્ કષાયયુક્ત આશ્રવને સાંપરાયિક આશ્રવ કહેવાય છે. મન-વચન-કાયાનો યોગ જો કષાય સહિત હોય તો સાંપરાયિક કર્મનો આશ્રવ થાય છે. સકષાયથી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની સાથે ચીકાશવાળી ભીંત ઉપર રજ ચોંટે તેમ ચોંટી જાય છે અને સ્થિતિબંધ મુજબ લાંબા કાળ સુધી રહે છે. અબાધાકાળ પૂર્ણ થતાં શુભ કે અશુભ ફળ આપે છે. ઇર્યાપથિક એટલે કષાય રહિત મન-વચન-કાયાની પ્રવૃત્તિ. ફક્ત યોગ વડે થતો આશ્રવ ઇર્યાપથિક આશ્રવ કહેવાય છે. જેમ સુકી ભીંત ઉપર લાકડાનો દડો ફેંકવામાં આવે તો ચોંટી જતો નથી. અથડાઈને પાછો પડે છે. તેમ કષાય રહિત ફક્ત મન-વચનકાયાના યોગથી આવેલા કર્મો આત્મા ઉપર લાગીને તરત છૂટા પડી જાય છે. કારણ કે, તે કર્મમાં ૨સબંધ અને સ્થિતિબંધ નથી. તેને ઇર્યાપથ આશ્રવ કહેવામાં આવે છે. ઇર્યાપથ આશ્રવમાં પ્રથમ સમયે કર્મ બંધાય. બીજા સમયે ઉદયમાં આવે અને ત્રીજા સમયે આત્માથી છૂટા પડી જાય. અર્થાત્ નિર્જરી જાય. આશ્રવ સામ્યરાયિક આશ્રવ ઈર્યાપથ આશ્રવ યોગ નથી - આશ્રવ નથી ગુણસ્થાનક ૧ થી ૧૦ ૧૧ થી ૧૩ ૧૪
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy