________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૪ પુણ્યબંધ અને કંઇક નિર્જરા એ ત્રણે થાય છે. પણ ઘાતકર્મમાં રસ અતિ મંદ બંધાય છે, પુણ્યમાં તીવ્ર રસ બંધાય છે અને કેટલાક કર્મોની નિર્જરા પણ થાય છે.
સાર ઃ શુભયોગ સમયે શુભયોગના કારણે પુણ્યપ્રકૃતિના રસની માત્રા અધિક બંધાય છે અને પાપ પ્રકૃતિના રસની માત્રા ઘણી ઓછી બંધાય છે. બાકી સમયે સમયે સાતે કર્મ તો બંધાવાના જ છે. (શુભાશુભયોગ પ્રમાણે પુણ્ય-પાપનો રસ વધારે વધારે બંધાય છે.) મોક્ષના અર્થી જીવો માટે તો પુણ્ય પણ હેય (છોડવા જેવું) કહેલું છે કેમ કે આખરે તો તે પણ કર્મનો આશ્રવ જ છે. જ્યાં સુધી કર્મ પુદ્ગલો જીવને ચોટેલા છે ત્યાં સુધી નવાં નવાં કર્મો આવે જ છે. તે પુણ્યના હોય કે પાપના હોય પણ જીવને સંસારની રખડપટ્ટી ચાલુ રખાવનારા છે. જો સર્વથા કર્મથી છૂટીને મોક્ષે જવું હોય તો મોક્ષમાર્ગના ભોમીયા જેવા આ પુણ્યનો સાથ જરૂર લેવાય પણ આ પુણ્ય, મોક્ષમાર્ગ પુરતું જ કામમાં આવે તો તેને પણ છોડવાનું જ છે. એ વાત યાદ રાખવી જરૂરી છે.
પુણ્યકર્મ સંસારિક સાનુકુળતાઓ આપે છે પરંતુ મોક્ષ તો કર્મોની નિર્જરાથી જ થાય છે. એટલે પાપની જેમ પુણ્ય પણ કર્મ હોવાથી સોનાની બેડી તુલ્ય મનાય છે. તેથી તેનો પણ ત્યાગ કરવામાં આવે તો જ મોક્ષ થાય છે.
સૂત્ર (૬-૪) પ્રયોજન - અશુભયોગ પાપકર્મનો આશ્રવ છે તે જણાવે છે.
अशुभः पापस्य ६-४ અશુભઃ પાપસ્ય ૬-૪
અશુભઃ પાપભ્ય ૬-૪ શબ્દાર્થ : અશુભ = અપ્રશસ્ત, પાપસ્ય = પાપનો. સૂત્રાર્થ : અશુભયોગ પાપનો (આશ્રવ) છે.
ભાવાર્થ : અશુભ કાયયોગ : હિંસા, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મનું સેવન વગેરે અશુભકાયયોગ
અશુભ વચનયોગ : કઠોર વાણી, અસત્ય બોલવું, અહિતકર બોલવું, પૈશુન્ય-નિંદા
કરવી વગેરે અશુભ વચનયોગ છે.