________________
८
અધ્યાય : ૬, સૂત્ર-૩
(૨) પાત્રને પાણી આપવાથી.
(૩) પાત્રને સ્થાન આપવાથી.
(૪) પાત્રને શયન (Bed) આપવાથી.
(૫) પાત્રને વસ્ત્ર (Clothes) આપવાથી.
(૬) મનની શુભ સંકલ્પરૂપ પ્રવૃત્તિથી.
(૭) વચનની શુભ પ્રવૃત્તિથી.
(૮) કાયાની શુભ પ્રવૃત્તિથી.
(૯) દેવ-ગુરુને નમસ્કાર કરવાથી.
આમ નવ પ્રકારનાં કાર્યો વડે પુણ્ય બંધાય છે.
શંકા : પાત્ર કોને કહેવાય ?
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
સમાધાન : તીર્થંકરથી માંડીને મુનિમહારાજ સુધીના જીવો સુપાત્ર કહેવાય. ધર્મી ગૃહસ્થોને પાત્ર કહેવાય. જૈનશાસનને નહીં પામેલા દુઃખી અને દરિદ્રી જીવોને અનુકંપાનું પાત્ર કહેવાય.
શંકા :- શુભભાવથી કર્મ નિર્જરા પણ થાય છે. સૂત્રમાં તેને કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહો છો ?
સમાધાન :- શુભયોગથી પુણ્ય જ થાય, નિર્જરા ન થાય.
નિર્જરા શુદ્ધ અધ્યવસાયોથી થાય. જેટલા અંશે શુદ્ધ અધ્યવસાય (શુદ્ધ આત્મપરિણામ) તેટલા અંશે નિર્જરા અને જેટલા અંશે શુભયોગ તેટલા અંશે પુણ્યબંધ.
શંકા :- શુભયોગ વખતે જ્ઞાનાવરણીય વગેરે ઘાતીકર્મોનો પણ આશ્રવ થાય. ઘાતીકર્મ અશુભ છે. કારણ કે આત્માના ગુણોને રોકે છે. આથી શુભયોગથી પુણ્યનો આશ્રવ થાય છે. એમ કહેવું શું યોગ્ય છે ?
સમાધાન :- તમારી વાત સાચી છે, પરંતુ જો૨ પુણ્ય પર છે. ભલે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો આશ્રવ થતો હોય પરંતુ તેમાં રસ અત્યંત અલ્પ હોવાથી તેનું ફળ નહિવત્ મળે છે માટે તે બંધાય છે ખરા પરંતુ તેની ગણતરી (વિવક્ષા) કરી નથી.
અહીં પુણ્ય અને પાપનો નિર્દેશ અઘાતીકર્મોની અપેક્ષાએ છે. ઘાતીકર્મોનો બંધ,