________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૩
આ સૂત્ર દ્વારા આશ્રવતત્ત્વને અટકાવવા માટેની ચાવી પ્રાપ્ત થાય છે. મન-વચનકાયાની પ્રવૃત્તિ એ જ યોગ અને યોગ એ જ આશ્રવ છે તે જાણ્યા પછી મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિને જેમ બને તેમ ઓછી કરવી અને પરમાત્માના માર્ગને અનુસરતી શુભ પ્રવૃત્તિમાં જોડાઈ જવું તે જ આપણા માટે યોગ્ય માર્ગ છે.
તથા આગળ વધતાં વધતાં શુભપ્રવૃત્તિરૂપ શુભયોગ પણ આશ્રવ હોવાથી અંતે તે પણ છોડવાનો છે અને અયોગી થવાનું છે. આ લક્ષ્ય રહેવું જોઈએ.
સૂત્ર (૬-૩) પ્રયોજન :- શુભયોગ પુણ્યકર્મનો આશ્રવ છે એમ જણાવે છે.
शुभः पुण्यस्य
શુભઃ પુણ્યસ્ય
શુભઃ પુણ્યસ્ય
૬-૨
૬-૩
૬-૩
૭
શબ્દાર્થ : શુભ = શુભ, પ્રશસ્ત, પુણ્યસ્ય = પુણ્યનો સૂત્રાર્થ : શુભયોગ પુણ્યકર્મનો આશ્રવ છે.
ભાવાર્થ : કાયયોગ, વચનયોગ અને મનોયોગના શુભ અને અશુભ એમ બે ભેદ છે. આત્માના શુભ પરિણામ (અધ્યવસાય)થી થતો યોગ શુભયોગ. આત્માના અશુભ પરિણામ (અધ્યવસાય)થી થતો યોગ તે અશુભયોગ. આશ્રવના પણ પુણ્ય અને પાપ એમ બે ભેદ છે. શુભકર્મનો આશ્રવ તે પુણ્ય અને અશુભકર્મનો આશ્રવ તે પાપ.
શુભ કાયયોગ ઃ અહિંસા, દેવ-ગુરુ-ભક્તિ, દયા, દાન, બ્રહ્મચર્ય વગેરે શુભ કાય યોગ છે. જે કોઇ કાયિક પ્રવૃત્તિ પરમાત્માના માર્ગને અનુસરતી હોય તે શુભકાયયોગ કહેવાય છે.
શુભ વચનયોગ ઃ સત્ય અને હિતકર વાણી, દેવ-ગુરુ સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે શુભ વચનયોગ છે.
શુભ મનોયોગ ઃ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, દેવ-ગુરુ ભક્તિ, દયા, દાન વગેરેના વિચારો કરવા તે શુભ મનોયોગ છે.
નીચેના કારણોથી પુણ્યનો આશ્રવ થાય :(૧) પાત્રને અન્ન આપવાથી.