________________
૬
અધ્યાય : ૬, સૂત્ર-૨
આશ્રવ.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
આશ્રવના બે ભેદ છે.
(૧) દ્રવ્યાશ્રવ : મનોયોગ, વચનયોગ અને કાયયોગ દ્વારા કર્મોનું આવવું તે દ્રવ્ય
ન
(૨) ભાવાશ્રવ : જીવના શુભ કે અશુભ અધ્યવસાય તે ભાવ આશ્રવ કહેવાય છે. યોગ હોવા છતાં શુભ કે અશુભ અધ્યવસાયો ન હોય તો કર્મનો આશ્રવ થતો નથી. જેમ ૧૩મા ગુણસ્થાને વર્તતા કેવળી ભગવંતને ત્રણે યોગનું અસ્તિત્વ છે તો પણ ફક્ત સાતાવેદનીયકર્મનો જ આશ્રવ થાય છે. તે દ્રવ્યઆશ્રવ જાણવો. આશ્રવમાં યોગ દ્રવ્યઆશ્રવ હોવાથી ગૌણ કારણ છે અને અધ્યવસાયો ભાવઆશ્રવ હોવાથી મુખ્ય કારણ છે.
શંકા : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન નથી તો તેમને ભાવઆશ્રવ હોય ?
સમાધાન : તમારી વાત સાચી છે. તમે પ્રશ્નમાં પૂછેલા જીવોને પ્રધાનતાએ ભાવઆશ્રવ ન હોય. માત્ર દ્રવ્યઆશ્રવ જ હોય. પરંતુ સર્વથા ભાવઆશ્રવ ન જ હોય એવો નિયમ નથી. કારણ કે તે જીવોને પણ ભાવમન (જ્ઞાનસંજ્ઞા) અવશ્ય હોય છે. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય જેવું વિકસિત મન નથી. દ્રવ્યથી યોગ એ કર્મના આશ્રવનું મુખ્ય કારણ છે અને ભાવથી રાગ-દ્વેષ યુક્ત પરિણામ - અધ્યવસાયો એ કર્મના ભાવ આશ્રવનું મુખ્ય કારણ છે. અર્થાત્ દ્રવ્યાશ્રવમાં યોગની મુખ્યતા છે અને ભાવાશ્રવમાં અધ્યવસાયની મુખ્યતા છે. યોગ એ આત્મપ્રદેશોના હલન-ચલન સ્વરૂપ છે અને ભાવાશ્રવમાં આત્મપરિણામ પ્રધાનતાએ કારણ છે.
સાર ઃ સમગ્ર સંસારનું જો કોઇ મૂળ કારણ હોય તો મન-વચન-કાયાના યોગથી થતો કર્મનો આશ્રવ છે. જેમ કોઈ હોડી સમુદ્રમાં ફરતી હોય, પણ તેમાં પડેલા જુદા જુદા છિદ્રો દ્વારા પ્રવેશતા પાણીને લીધે ક્યારેક તો તે હોડી સમુદ્રમાં ડૂબી જવાની છે તે રીતે આ જીવ પણ એક હોડી સમાન છે. જેમાં મન-વચન-કાયાના યોગરૂપી છિદ્રો પડેલાં છે. આ છિદ્રો દ્વારા પ્રવેશતા કર્મરૂપી જળથી સંસાર સમુદ્રમાં જીવની હોડી ડૂબવા માંડે છે.
કર્મોને અર્થાત્ આશ્રવને અટકાવી શકાય તો સંસાર સમુદ્રમાં ડૂબતી હોડીને બચાવી શકાય, પણ જો તમે આશ્રવ (કર્મ)ને આવવાના દ્વારને જ નહી જાણતા હો તો અટકાવશો કોને ? એટલે કે ડૂબતી હોડીને બચાવી નહીં શકો.