SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૨ શંકા ઃ- મૂળ વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિયશરીરમાં શું તફાવત છે. ? સમાધાન :- દેવ અને નારકને જન્મ થતાં જે શરીર મળે તે મૂળવૈક્રિયશરીર કહેવાય છે. ભવ પૂરો થાય ત્યાં સુધી મૂળશરીર રહે છે. મૂળશરીર ઉપરાંત, વૈક્રિયલબ્ધિથી જે બીજું શરીર બનાવે તેને ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે. નવું બનાવેલું ઉત્તરવૈક્રિયશરીર દેવોને વધુમાં વધુ ૧૫ દિવસ અને નારકોને અંતર્મુહૂર્ત સુધી હોય છે. ૫ સૂત્ર (૬-૨) પ્રયોજન :- આશ્રવનું સ્વરૂપ સમજાવે છે. स आश्रवः ૬-૨ સ આશ્રવઃ ૬-૨ સ આશ્રવઃ ૬-૨ શબ્દાર્થ : સ = તે, આશ્રવઃ = કર્મનું આવવું. સૂત્રાર્થ : તે (યોગ) આશ્રવ છે. ભાવાર્થ : મન-વચન-કાયાના વ્યાપાર રૂપ જે યોગ તે કર્મનો બંધ કરાવનાર હોવાથી આશ્રવ કહેવાય છે. આશ્રવ એટલે કર્મોનું આવવું. જેમ બારી દ્વારા મકાનમાં કચરો આવે છે તેમ યોગ દ્વારા આત્મામાં કર્મો આવે છે. માટે યોગને જ આશ્રવ કહેવાય છે. યોગથી કર્મનો આશ્રવ, કર્મના આશ્રવથી બંધ, બંધથી કર્મનો ઉદય, કર્મના ઉદયથી સંસાર માટે સંસારથી છૂટવું હોય તો આશ્રવ છોડવા જોઈએ. જેમ છિદ્રો દ્વારા નૌકામાં જળનો પ્રવેશ થતાં તે નૌકા સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ યોગરૂપ છિદ્રો દ્વારા કર્મરૂપ જળનો પ્રવેશ થવાથી જીવરૂપી નૌકા સંસારરૂપ સાગરમાં ડૂબી જાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy