________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૧, સૂત્ર-૪
૧૩
આ સ્થિતિને અનિવૃત્તિકરણ કહે છે. અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થયા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, પરંતુ તે પ્રાપ્ત કરવા માટે અનિવૃત્તિકરણમાં રહેલો જીવ અંતરકરણ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા કરે છે.
(૪) અંતરકરણ : અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિક વિનાની સ્થિતિ. ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિ જેમ છે તેમ રાખીને તેના ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંત૨ક૨ણ કહેવામાં આવે છે. અંતરકરણમાં પ્રવેશ કરે ત્યારે તેના પ્રથમ સમયથી જ જીવ ઔપશમિક (ઉપશમ) સમ્યક્ત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વના દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ થાય છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતા શાંત થઈ જાય છે. કારણ કે મિથ્યાત્વનાં કર્મદલિકો ત્યાંથી ખસેડીને ઉપર-નીચે નાખી તે ભૂમિ ખાલી કરેલી છે.
શંકા : સમય, મુહૂર્ત, અંતર્મુહૂર્ત અને કોડાકોડીની વ્યાખ્યા સમજાવો. સમાધાન : સમય=આંખના એક પલકારામાં અસંખ્યાત સમય જાય. મુહૂર્ત=૪૮ મિનિટ.
અંતર્મુહૂર્ત=ઓછામાં ઓછા બે થી નવ સમય અને વધુમાં વધુ ૪૮ મિનિટમાં એક સમય ઓછો.
કોડાકોડી=૧ કરોડX૧ કરોડ = ૧,૦૦૦,૦૦૦૦ X ૧,૦૦,૦૦૦૦ = ૧X૧૦૪
સૂત્ર (૧-૪) પ્રયોજન : સૂત્ર (૧-૨)માં જણાવેલ તત્ત્વો કયા કયા છે તેના નામ બતાવ્યા છે.
जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्
-૪
૧-૪
જીવાજીવાશ્રવબન્ધસંવરનિર્જરામોક્ષાસ્તત્ત્વમ્ જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષાઃ તત્ત્વમ્ ૧-૪