SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અધ્યાય ઃ ૧, સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વહેતી નદીના પ્રવાહમાં પર્વત પરથી પડેલો વાંકો ચુંકો પત્થર પ્રવાહમાં તણાતા, અથડાતા કુટાતા ગોળ અને લીસો થાય છે. પત્થરની જેમ જ આપણા જીવમાં આ સંસાર રૂપી નદીના વહેણમાં અથડાતા, સુખ દુઃખમાંથી પસાર થતા અનાયાસે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ વૈરાગ્યને - મનના સારા અધ્યવસાયને - યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. યથાપ્રવૃત્તકરણ વડે આત્મા, મોહનીય, જ્ઞાનાવરણીય, વેદનીય વગેરે આયુષ્ય કર્મ વિના સાતે કર્મોની જે ૭૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધેલી હતી તેને તોડીને ફક્ત એક કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ઓછી અર્થાત્ અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલી કરે છે. અભવ્ય જીવો અહીં સુધી આવીને સાત કર્મોની સ્થિતિ તોડીને અટકી જાય છે, અથવા પાછા ચાલી જાય છે. ભવ્ય જીવો અટકે, પાછા પડે પણ કોઈક ભવ્ય જીવ આગળ પણ વધી શકે છે. યથાપ્રવૃત્તકરણ કરીને કર્મોની સ્થિતિ તોડતા અને પાછા પડીને ફરી ફરી બાંધતા, વારંવાર ચઢઉતર થતાં જ્યારે જીવનો કાળ પાકે અને ફક્ત બે જ વખત દીર્ઘસ્થિતિ બાંધે એવી યોગ્યતા રહે ત્યારે તે જીવને ‘દ્વિર્બન્ધક’ કહેવાય છે. જ્યારે એક જ વખત દીર્ઘસ્થિતિ બાંધે તેવી યોગ્યતા પામે ત્યારે ‘સકૃતબન્ધક’’ કહેવાય છે. જ્યારે એકપણ વખત પડવું ના પડે અને દીર્ઘસ્થિતિ બાંધવાની યોગ્યતા ન રહે ત્યારે “અપુનર્બન્ધક” કહેવાય છે. પતન ન પામે એવી કક્ષાના યથાપ્રવૃત્તકરણને “ચરમ યથાપ્રવૃત્તકરણ’” કહેવાય છે. : (૨) અપૂર્વકરણ ઃ યથાપ્રવૃત્તકરણ કર્યા પછી જીવને રાગ-દ્વેષ ખટકે છે, ખૂંચે છે. જેમ શરીર ઉપર ગાંઠ થઈ હોય અને દર્દ થાય તેમ આ રાગ-દ્વેષની ગ્રંથિ (ગાંઠ) નડે છે. આત્મા આ ગ્રંથિભેદ (ગાંઠ તોડવા) કરવા તૈયાર થાય છે. વિશેષ પુરુષાર્થ વડે આત્મા પોતાનામાં આવેલા અપૂર્વ (પહેલા કદી નહીં આવેલા) અધ્યવસાય વડે રાગ-દ્વેષની ગ્રંથિ તોડી નાંખે છે. રાગ-દ્વેષ જતા નથી, પણ મંદ પડે છે. જેમ આખી સોપારી ખવાતી નથી, પણ તેના ટૂકડા અથવા ચૂરા થવાથી તેનું બળ ક્ષીણ થાય છે અને સહેલાઈથી ખાઈ શકાય છે તેમ રાગ દ્વેષની ગ્રંથિ ઢીલી કરીને આત્મા અપૂર્વકરણ વડે તે ગ્રન્થિને તોડે છે. ગ્રંથિભેદ કર્યા પહેલા જ્યાં રાગ વળે ત્યાં આત્માને વળવું પડતું હતું. હવે જ્યાં આત્મા વળે ત્યાં રાગ-દ્વેષને વળવું પડે છે. અપૂર્વકરણ કરે તે જીવ નિયમા સમ્યક્ત્વ પામે જ છે. (૩) અનિવૃત્તિકરણ : અપૂર્વકરણનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે. અપૂર્વકરણ કર્યા પછી આત્મા પાછો ફરતો નથી. ઉત્તરોત્તર પરિણામની ધારા ચઢતી જાય છે. આત્માની
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy