SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૩ ૧ ૧ પરંતુ કહેવાય છે કે શાશ્વત એવા શત્રુંજય તીર્થની ભાવપૂર્વક યાત્રા કરનાર ભવ્ય જીવ હોય છે. વધુમાં આ શંકા થઈ તે જ બતાવે છે કે આપણે ભવ્ય છીએ. અભવ્ય જીવને આવી શંકા પણ ન થાય. આપણે ભવ્ય છીએ તેમ માનીને વીતરાગ પરમાત્માએ કહેલા વચનો ઉપર પૂરી શ્રદ્ધા રાખવી. શંકા ઃ શું શ્રદ્ધા અધુરી હોઈ શકે ? સમાધાનઃ હા, હોઈ શકે. કારણ કે આપણું ચિત્ત વાસનાઓથી ભરેલું છે. આપણે થોડી શ્રદ્ધા તીર્થંકર પર, થોડી શ્રદ્ધા દેવ-દેવી પર, થોડી શ્રદ્ધા અન્ય ધર્મના દેવ ઉપર કરીએ છીએ પરિણામે ચિત્ત ખંડ-ખંડમાં વહેચાઈ જાય છે. શ્રદ્ધા એટલે ગ્રાહક (Receptive) અને સંવેદનશીલ ચિત્તની અવસ્થા. શ્રદ્ધા એટલે જેણે તત્ત્વો જાણ્યા છે તેની સાથે ચાલવાની તૈયારી. શ્રદ્ધાનો સંબંધ શ્રદ્ધાળુ (એવા તમારી પોતાની) સાથે છે શ્રદ્ધેય એવા (તીર્થકર)ની સાથે નથી. તીર્થંકર પર શ્રદ્ધા કરો તો પૂરી (૧૦૦ ટકા) કરો. પરમાત્મા પર સંપૂર્ણ શ્રદ્ધા આપણને પરમાત્મા બનવાની સંભાવના પેદા કરે છે. તુલસા શ્રાવિકાની ભગવાન મહાવીરસ્વામી પર અતૂટ શ્રદ્ધા હતી. તેની શ્રદ્ધા કોઈ ડગાવી શક્યું નહિ. તુલસા આવતી ચોવીસીમાં નિર્મમસ્વામી નામે પંદરમા તીર્થંકર બનશે. શંકાઃ હવે બરાબર સમજાઈ ગયું. પરંતુ એ વાત વિસ્તારથી સમજવી છે કે જીવ જયારે પ્રથમ વાર સમ્યક્ત પામે છે તે પહેલા શું પ્રક્રિયા કરે છે? અને અભવ્ય જીવ પણ પુરુષાર્થ કરતા ક્યાં અટકે છે? સમાધાન : ભવ્ય જીવ પ્રથમવાર સમ્યગ્દર્શન પામે તે પહેલા ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. અર્થાતુ ત્રણ કરણ કરવાપૂર્વક અંતરકરણ કરે છે. અથવા કહો કે ચાર પગથિયા ચઢે છે. (૧) યથાપ્રવૃત્તકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ અને (૪) અંતરકરણ (૧) યથાપ્રવૃત્તકરણ : “યથા” એટલે અનાયાસે, સહજપૂર્વક, “પ્રવૃત્ત' એટલે આવેલો, “કરણ” એટલે અધ્યવસાય. આમ યથાપ્રવૃત્તકરણ એટલે આપો આપ જ જીવના વિશેષ પુરુષાર્થ વિના થતો આત્માનો અધ્યવસાય. સુખ દુઃખમાંથી પસાર થતા, કુદરતી નિમિત્તોથી ભવ્ય કે અભવ્ય જીવોને આવો અધ્યવસાય (મનના ભાવો) વારંવાર આવે. આ ઘટનાને શાસ્ત્રમાં “નદી-ગોળ-ઘોળ-પાષાણ ન્યાય' કહ્યો છે. પર્વત પાસે
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy