________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૧
૩
(૫) આહારક કાયયોગ : આહારક શરીર દ્વારા થતો આત્મશક્તિનો ઉપયોગ તે આહારક કાયયોગ. આહારક શરીર તૈયાર થયા પછી તેનું વિસર્જન ન થાય ત્યાં સુધીના પૂર્વેના વચ્ચેના સમયમાં આહારક કાયયોગ હોય છે. આ યોગ આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિમહાત્માને જ હોય છે.
(૬) આહારકમિશ્ર કાયયોગ : ઔદારિક શરીર સહિત આહા૨ક શરીરનો જે વ્યાપાર તે આહારકમિશ્રકાયયોગ કહેવાય છે. આ મિશ્રકાયયોગ આહારક શરીરનો પ્રારંભ કરતી વખતે અને વિસર્જન (At the time of removal આહારક body) કરતી વખતે અંતર્મુહૂર્ત સુધી હોય છે. અમુક આચાર્યોના મતે પ્રારંભમાં જ આ યોગ હોય છે. બીજા આચાર્યોના મતે પ્રારંભમાં અને સમાપ્તિમાં એમ બન્નેમાં મિશ્રકાયયોગ હોય છે.
(૭) તૈજસકાર્મણ કાયયોગ ઃ જીવને પરભવમાં ઋજુગતિએ અથવા વક્રગતિએ જતાં એક - બે કે ત્રણ સમય સુધી આ કાયયોગ હોય છે. અહીં તૈજસ શરીર સદા કાર્યણની સાથે જ રહેતું હોવાથી કાર્યણ શરીરમાં તૈજસશરીરનો સમાવેશ કરવામાં આવેલ છે. તેથી કાર્યણયોગ આવું ટુંકું નામ પણ બોલાય છે.
આ સાતમાંથી કોઈપણ કાયયોગ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. ત્યારપછી યોગ બદલાઈ જાય છે. જેમાં ત્રણે યોગ હોય છે ત્યાં કાયયોગને બદલે વચનયોગ કે મનોયોગ પ્રવર્તે છે. તેથી એક યોગ સંબંધિ આશ્રવ પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી જ હોય છે.
વચનયોગ ઃ (૧) સત્ય વચનયોગ (૨) અસત્ય વચનયોગ (૩) મિશ્ર (સત્યાસત્ય) વચનયોગ અને (૪) અસત્યામૃષા વચનયોગ.
(૧) સત્ય વચનયોગ : સત્ય વચન બોલવું તે. દા.ત. પરમાત્મા સર્વજ્ઞ અને કેવળી છે. જીવનમાં પાપનો ત્યાગ કરવો જોઈએ. સંવર ઉપાદેય તત્ત્વ છે વગેરે.
(૨) અસત્ય વચનયોગ ઃ અસત્ય વચન બોલવું તે. દા.ત., પાપ જેવું આ
વિશ્વમાં કંઈ છે જ નહિ.