SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ કાયયોગના સાત પેટાભેદો ઔદારિક કાયયોગ ઔદારિક મિશ્ર કાયયોગ વૈક્રિય કાયયોગ વૈક્રિય મિશ્ર કાયયોગ આહારક કાયયોગ આહારક મિશ્ર કાયયોગ તૈજસ કાર્પણ કાયયોગ (૧) દારિક કાયયોગઃ ઔદારિક શરીર દ્વારા થતો શક્તિનો ઉપયોગ. આ કાયયોગ શરીર પર્યાપ્તિ સમાપ્ત થયા બાદ સંપૂર્ણ ભવ સુધી ચાલુ રહે છે. મનુષ્ય અને તિર્યંચના ભવમાં જ આ યોગ હોય છે. દેવ-નારકીના ભવમાં વૈક્રિય કાયયોગ હોય છે. (૨) ઔદારિકમિશ્ર કાયયોગઃ પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. જ્યાં સુધી તે શરીર પૂર્ણરૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિક શરીરથી થતી નથી. પરંતુ કાર્પણ કાયયોગની પણ મદદ લેવી પડે છે. જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્પણ એ બે નો મિશ્ર યોગ હોય છે. ઔદારિક શરીર પૂર્ણ થયા પછી ફક્ત ઔદારિક કાયયોગ હોય છે. પછી પણ કાર્મણકાયયોગ ચાલુ જ હોય છે પરંતુ ઔદારિકશરીર સંપૂર્ણપણે બની ગયું હોય છે. તેની જ પ્રધાનપણે વિવક્ષા થાય છે. (૩) વૈક્રિયકાયયોગ : વૈક્રિયશરીર દ્વારા થતો આત્મશક્તિનો ઉપયોગ. મૂળ વૈક્રિયકાયયોગ, વૈક્રિયશરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સંપૂર્ણ ભવ સુધી હોય છે. જ્યારે ઉત્તરક્રિયશરીરમાં તે ઉત્તરશરીર હોય ત્યાં સુધી જ તેના સંબંધી વૈક્રિયકાયયોગ હોય છે. (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ : મૂળ વૈક્રિયશરીર (દેવોના અને નારકીના શરીર) ની અપેક્ષાએ તેજસ કાર્મણ સહિત વૈક્રિયશરીરનો જે વ્યાપાર તે વૈક્રિયમિશ્રકા, યોગ. લબ્ધિવાળા વૈક્રિયશરીર (લબ્ધિધારી ગૃહસ્થ અથવા મુનિ) ની અપેક્ષાએ ઔદારિક શરીર સહિત વૈક્રિયશરીરનો જે વ્યાપાર તે વૈક્રિયમિશ્રકાયયોગ જાણવો.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy