________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ-૨
અધ્યાય : ૬
સૂત્ર (૬-૧) પ્રયોજન :- યોગનું સ્વરૂપ સમજાવે છે :
कायवाङ्मनः कर्मयोगः
કાયવાડ્મનઃ કર્મયોગઃ કાયવાડ્મનઃ કર્મયોગઃ
૬
૬-૧
૬-૧
શબ્દાર્થ :- કાય = શરીર, વાડ્ = વચન, વાણી, મનઃ = મન, કર્મ = ક્રિયા, યોગઃ = આત્મવીર્યનું પરિસ્પન્દન.
સૂત્રાર્થ ઃ- કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ કહેવાય છે.
ભાવાર્થ :- પ. પૂ. ઉમાસ્વાતિ મહારાજશ્રી અહીં આશ્રવ તત્ત્વની ભૂમિકા ‘‘યોગ’’ થી શરૂ કરે છે. યોગ એટલે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી અને પુદ્ગલના આલંબનથી (માધ્યમથી) પ્રગટ થતું આત્મવીર્ય અથવા આત્મશક્તિ. દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શક્તિ એક જ છે પરંતુ તેનો ઉપયોગ કરવાના સાધનો ત્રણ છે મન, વચન અને કાયા.
યોગના મૂળ ભેદ-૩
કાયયોગ :- કાયાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ.
વચનયોગ ઃ- વચન (વાણી)ના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ.
મનોયોગ ઃ- મનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ.
યોગના પેટા ભેદ -૧૫
કાયયોગ-૭
વચનયોગ-૪
મનોયોગ-૪