________________
૩૪૬
પાંચમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
કર્મો સાથે છ દ્રવ્યોનો પરસ્પર નિમિત્ત સંબંધ :
♦ કર્મો સ્વયં પુદ્ગલજનિત છે. તેથી તે પુદ્ગલદ્રવ્ય છે.
•
જીવની વૈભાવિક અવસ્થાના કારણે તે જીવ સાથે રહે છે, તેથી તેને ધારણ કરનાર જીવ છે.
·
· જીવ સાથે કર્મ બંધરૂપે અમૂક કાળ સ્થિર રહે છે, તે અધર્માસ્તિકાયનું નિમિત્ત છે.
ઉદયજનિત કર્મો ક્ષણે-ક્ષણે ખરે છે તે ધર્માસ્તિકાયનું નિમિત્ત છે.
• તે કર્મોનું આત્મપ્રદેશ સાથે અમૂક કાળ રહેવું તે કાળ દ્રવ્યનું નિમિત્ત છે.
જીવ અને કર્મ પરમાણુઓ જે ક્ષેત્રમાં સાથે રહે છે તે આકાશ દ્રવ્યનું નિમિત્ત છે. છતાં આ છ દ્રવ્યો સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઇ બાધક થતું નથી. જીવ અને પુદ્ગલમાં વિકાર થવાથી બંન્નેનો સંયોગ સંબંધ થાય છે. બાકીના ચાર દ્રવ્યો અવિકારી છે. છતાં છ દ્રવ્યોમાં એક જીવ જ સત્ચિદાનંદરૂપ છે. જ્ઞાન-ગુણનો ધારક છે. તેમાં સુખગુણ રહેલો છે. તેથી સાચા સુખની પ્રાપ્તિ માટે જીવે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થવાનું છે અને આત્માને જ ઉપાદેય માનવાનો છે.
•
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
પાંચમો અધ્યાય સંપૂર્ણ