________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
પાંચમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક થાય. આકાશાસ્તિકાય જગા આપે. કાળ પરિવર્તનમાં ઉપકાર કરે. આમ વિચારો તો જીવ નામનું દ્રવ્ય અન્ય દ્રવ્યોનું કે અન્ય પદાર્થનું કંઇ કરી શકતો નથી. પરંતુ રૂપાંતર કરવામાં પરસ્પર નિમિત્ત બને છે.
આ પાંચે દ્રવ્યોમાં અન્યથી ભિન્ન એવા પોત-પોતાના અસાધારણ લક્ષણ છે. જેમ કે, જીવનું ચૈતન્ય અને પુદ્ગલનું સ્પર્શાદ રૂપીપણું વગેરે, દરેક દ્રવ્ય પોતાના ભાવલક્ષણ પ્રમાણે સમયે સમયે પરિણમન કરે છે. છતાં પોતારૂપે કાયમ ટકી રહે છે. જીવ ગતિ પ્રમાણે શ૨ી૨ બદલે પણ જીવરૂપે કાયમ રહે છે. એક આંગળી ઊંચી કરવામાં આ છ દ્રવ્યોનું પરિણમન સ્વયં થાય છે.
જીવ : આંગળી ઊંચી કરવાનો વિકલ્પ જીવમાં થાય છે.
ધર્મ : આંગળી ઊંચી થવામાં નિમિત્ત ધર્માસ્તિકાય છે.
અધર્મ : ઊંચી કરેલી આંગળી સ્થિર થવામાં નિમિત્ત અધર્માસ્તિકાય છે. આકાશ : આંગળી જ્યાં રહી છે ત્યાં તેટલું ક્ષેત્ર રોકવામાં આકાશ નિમિત્ત કારણ છે. કાળ : આંગળી ઊંચી કરવામાં સમય ગયો તે કાળ છે.
પુદ્ગલ : આંગળીના પ્રદેશો સ્વયં પુદ્ગલરૂપ છે.
૩૪૫
જીવની અપેક્ષાએ છ દ્રવ્યોનું પરસ્પર ઉપગ્રહ નિમિત્ત છે.
જીવ : જીવ સ્વયં સ્વગુણવાળું દ્રવ્ય છે.
પુદ્ગલ ઃ સંસારી જીવ શરીરના સંયોગવાળો છે. તે શરીર પુદ્ગલ દ્રવ્ય છે. આકાશ ઃ શરીરધારી મનુષ્યાદિ આકાશ પ્રદેશને રોકીને રહ્યા છે.
ધર્મ
: મનુષ્યાદિ એક જગ્યાએથી સ્થળાંતર-ગતિ કરે છે.
અધર્મ
મનુષ્યાદિ સ્થિર રહે છે, ત્યારે અધર્માસ્તિકાય સહાયક છે.
કાળ
: એ ગતિમાં જે સમય જાય છે. તે કાળદ્રવ્ય છે.
આમ સૃષ્ટિમાં વ્યાપેલા આ દરેક પદાર્થ માત્રના પરિણમનમાં છ દ્રવ્યો પોતાના ભાવથી સહાયકભાવે પરિણમે છે તે જગતની વ્યવસ્થા છે.