________________
પાંચમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર
અધ્યાય પાંચમામાં વિષય બદલાય છે. સૃષ્ટિમાં મુખ્ય તત્ત્વ દે છે. જીવ અને અજીવ. જીવ તત્ત્વની સંસાર યાત્રા ચાર અધ્યાય સુધી ચાલી. હવે અજીવ તત્ત્વ શું છે? તેનો જીવ સાથે શું સંબંધ છે ? અજીવ તત્ત્વની વિચારણા શા માટે કરવી તે આ અધ્યાયમાં ગ્રંથકારશ્રી જણાવે છે.
પાંચ અજીવ દ્રવ્યોના સ્વરૂપથી એક મોટી ભ્રમણા ટળે છે કે આ જગતનો કોઈ કર્તા કે હર્તા છે ? આ પાંચે દ્રવ્યોનું પરિણમન, સૃષ્ટિની રચના, પરિવર્તન, સર્જન વગેરેનું કોઇક કારણ છે. આવું કથન કોઈ શાસ્ત્રમાં જાણવા મળતું નથી. એ સર્વજ્ઞના જ્ઞાનનું સામર્થ્ય છે. માટે જ સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, આ સર્વ દ્રવ્યો અનાદિ-અનંત છે. તેનો કર્તા કે વિનાશક કોઈ નથી.
જીવતત્ત્વની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે, સમજી શકાય છે, પણ અજીવ તત્ત્વની શ્રદ્ધા શું હોઈ શકે ?
મિત્ર! તારી તદ્દન નજીકનું અજીવ તત્ત્વ પુલરૂપ તારું શરીર છે. જગતના મોટા ભાગના જીવો આ શરીરને જ આત્મા માને છે. શરીરના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. પોતે પોતાના શુદ્ધાત્માનો સ્વામી છે તેમ માનવાને બદલે શરીરનો સ્વામી છે એમ માને છે. એ શરીરના નાશે પોતાનો નાશ માને છે. આવી ભ્રમણાથી મુક્ત થવા અજીવ તત્ત્વને જાણવું અગત્યનું છે. ખાસ કરીને પુદ્ગલને.
જીવ અને પુદ્ગલનો સાંયોગિક સંબંધ છે પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોની જેમ તરૂપ સંબંધ નથી. તે બંન્ને દ્રવ્યોના મૂળ લક્ષણથી સમજાય છે. વળી અન્ય દ્રવ્યો સાથે નિમિત્ત સંબંધ છે. “પરસ્પર ઉપગ્રહો જીવાનામ્” આ પાંચે દ્રવ્યો અન્યોઅન્ય નિમિત્તને અનુસરે છે. જેમ કે, જીવ અને પુલને ધર્માસ્તિકાય ગતિ સહાયક થાય અને