________________
અધ્યાય : ૫, સૂત્ર-૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્ર (૫-૪૩) પ્રયોજન : પરિણામના બે ભેદોમાંથી આદિમાન પરિણામ વિષે
જણાવે છે.
૩૪૨
रूपिष्वादिमान् રૂપિથ્વાદિમાન્ રૂપિષુ આદિમાન્
શબ્દાર્થ : રુપિષુ = રૂપી દ્રવ્યમાં અથવા પુદ્ગલ દ્રવ્યોમાં,
આદિમાન્ = જેની અમુક કાળે શરૂઆત થઇ છે તેમ કહી શકાય તેવા પરિણામ. સૂત્રાર્થ : રૂપી (અર્થાત્ પુદ્ગલ) દ્રવ્યોમાં આદિમાન (પરિણામ) હોય છે.
ભાવાર્થ : રૂપી દ્રવ્ય પુદ્ગલ છે. જો સ્થુલ હોય તો ચક્ષુથી જોઈ શકાય છે. તેમાં થતા ઉત્પાદ-વ્યય અનુભવાય છે. જેમ કે પુસ્તક, મકાન વગેરે ઉત્પન્ન થતા અને નાશ પામતા નજરે દેખાય છે, માટે તે પર્યાયો આદિવાળા છે. જો કે વ્યવહા૨ નયથી સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયો પરિવર્તનવાળા હોવાથી સાદિ જ છે, પરંતુ જેના પર્યાયો અનુભવાતા નથી તથા પ્રતિસમયમાં થતું પૂરણ-ગલન (પરિવર્તન) નજરમાં દેખાતું નથી તેવા પર્યાયોને અનાદિ કહ્યા છે. જેમ કે, મેરૂપર્વતમાં પણ પૂરણ-ગલન હોવાથી પરિવર્તન અવશ્ય થાય જ છે. તો પણ તે પરિવર્તન વ્યવહારથી અનુભવગોચર નથી માટે અનાદિ કહેવાય છે.
૧-૪૩
૫-૪૩
૫-૪૩
સૂત્ર (૫-૪૪) પ્રયોજન : અરૂપી એવા જીવ દ્રવ્યમાં અપવાદરૂપે આદિમાન્ પરિણામો જણાવે છે.
योगोपयोगौ जीवेषु યોગોપયોગૌ જીવેષુ યોગ ઉપયોગૌ જીવેષુ
૬-૪૪
૫-૪૪
૫-૪૪
શબ્દાર્થ ઃ યોગ = મન-વચન-કાયાની સહાયથી જીવમાં થતી પ્રવૃત્તિ, ઉપયોગ બોધરૂપ વ્યાપાર.
સૂત્રાર્થ : જીવમાં યોગ અને ઉપયોગ (એમ બે પ્રકારના પરિણામો આદિમાન) છે.