________________
૩૪૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૪૨-૪૩ એટલે પરમાણુ એક હોય, ૧૦ હોય, ૧૦૦ હોય કે ૧૦૦૦ હોય તેનો વાંધો નથી પણ તેની સ્નિગ્ધતા સૌથી ઓછી હોય તે ૧ ગુણ સ્નિગ્ધ કહેવાય. ૨૫ ગણા ગુણમાં હોય તો તે ૨૫ ગણી સ્નિગ્ધતા કહેવાય.
ટૂંકમાં સ્નિગ્ધતાનો પરમાણુની સંખ્યા સાથે સંબંધ નથી, તેમાં રહેલી સ્નિગ્ધતાની માત્રા સાથે સંબંધ છે.
સૂત્ર (પ-૪૨) પ્રયોજન સૂત્ર ૫-૪૧ માં જે પરિણામ વિષે જણાવ્યું તેના બે ભેદો જણાવે છે.
अनादिरादिमांश्च ५-४२ અનાદિરાદિમાંa ૫-૪૨
અનાદિઃ આદિમાન્ ચ ૫-૪૨ શબ્દાર્થ : અનાદિ = જેની આદિ નથી તે, આદિમાન = જેની આદિ છે તે. સૂત્રાર્થઃ (પરિણામ) અનાદિ અને આદિમાન (બે પ્રકારે હોય) છે.
ભાવાર્થ : જેની આદિ નથી તે અનાદિ અને જેની આદિ છે તે આદિમાન અથવા સાદિ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો અમૂક કાળે શરૂઆત થઈ એમ જેના માટે ન કહી શકાય તે અનાદિ.
દા.ત., ઘડો જ્યારે માટીમાંથી બનાવ્યો ત્યારે તેની શરૂઆત થઈ. માટે તે સાદિ છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય વગેરે દ્રવ્યોમાં અસંખ્યાત અને અનંતપ્રદેશવાળા પણું જે છે તે પર્યાયો અનાદિ છે.
જીવમાં જ્ઞાનાદિ ગુણવાળાપણું અનાદિ છે પરંતુ જ્ઞાનાદિગુણોમાં જે હાનિ-વૃદ્ધિ (વધ-ઘટ) થાય છે તે સાદિ છે. જીવમાં સુખીપણું કે દુઃખીપણુ, ધનવાનપણું, નિર્ધનપણું આ બધા પર્યાયો સાદિ છે. અમૂક કાળે શરૂઆત થઇ એમ જેના માટે કહી શકાય તે આદિમાન્.