________________
અધ્યાય : ૫, સૂત્ર-૪૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સમાધાન ઃ દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં જ્ઞાન છે એટલે તેનામાં જ્ઞાન ગુણ રહેલો છે. જ્ઞાન પોતે ગુણ છે પણ જ્ઞાનમાં બીજા કોઇ ગુણો રહેતા નથી. માટે નિર્ગુણ
છે.
૩૪૦
શંકા : સૂત્ર ૫-૪૧ માં કહ્યું કે દ્રવ્ય અને ગુણોનો જે વિકાર (ઉત્પાદ અને વ્યય) તેને પર્યાય કહેવાય છે. આ સમજાવો.
સમાધાન ઃ દાખલા તરીકે મનુષ્ય બે પગવાળો છે હવે આવતા ભવમાં તેને ચાર પગ મળ્યા અર્થાત્ તિર્યંચ બન્યો. તો મનુષ્ય અને તિર્યંચમાં જીવ તો એ જ હતો ભવ બદલાતાં શરીર બદલાયું. આને પર્યાય કહેવાય છે.
તે જ રીતે એક જ ભવમાં જન્મ્યો ત્યારે માંડ ૧ ફૂટનું શરીર હતું અને યુવાન થતાં ૫ ફૂટનું શરીર થયું એટલે જે ફેરફાર (વિકાર) થયો તેને પર્યાય કહેવાય. જીવ દ્રવ્ય તો તેનું તે જ છે.
૨
લોકનો અસંખ્યાતમો ભાગ અને અંગુલનો અસંખ્યાતમો ભાગ સમાન અર્થી છે. કોઈપણ એક જીવની જઘન્ય અવગાહના લોકના અસંખ્યાતમા ભાગની કે અંગુલના અસંખ્યાતમા ભાગની છે. આટલી નાની અવગાહના સૂક્ષ્મ નિગોદીયા જીવની હોય છે. શરીર મોટું તેમ અવગાહના વધારે. લોકના અસંખ્યાતમા ભાગમાં ઘણા આકાશ પ્રદેશો હોય છે.
શંકા ઃ એક ગુણ સ્નિગ્ધ, દ્વિ-ગુણ સ્નિગ્ધ, દસ-ગુણ રુક્ષનો અર્થ શું ? સમાધાન ઃ એક ગુણ સ્નિગ્ધ કે રુક્ષનો અર્થ એક પરમાણુની સ્નિગ્ધતા કે રુક્ષતા એવો અર્થ નહિ કરવાનો.
એક ગુણ સ્નિગ્ધ એટલે જે કોઈ સ્નિગ્ધ દ્રવ્ય હોય (તેલ, ઘી, દૂધ વગેરે) તેની સ્નિગ્ધતા ઓછામાં ઓછી હોય તેને એક ગુણ સ્નિગ્ધ કહેવાય. તે જ પ્રમાણે દ્વિ-ગુણ સ્નિગ્ધ એટલે જેની સ્નિગ્ધતા બે ગણી હોય, દસ-ગુણ રુક્ષ એટલે જેની રુક્ષતા દસ ગણી હોય તેમ સમજવું.
દા.ત. તેલની જે ચીકાશ કે સ્નિગ્ધતા છે તેમાં ઓછામાં ઓછી ચિકાશ તે એક ગુણ સ્નિગ્ધ કહેવાય. અર્થાત્ તેનામાં સ્નિગ્ધતાનો ગુણ ઓછામાં ઓછો છે. દ્વિ-ગુણ એટલે તેનામાં સ્નિગ્ધતા બે ગુણી છે. ૨૫ ગુણ સ્નિગ્ધતાવાળા દ્રવ્યનો, ૨૫ ગુણ સ્નિગ્ધવાળા અન્ય દ્રવ્યની સાથે બંધ થતો નથી.